GSTV

સંકટ/ દેશમાં 38 હજારથી વધુ કેસો નોંધાયા, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 94.31 લાખ પર પહોંચી

દેશભરમાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 38359 કેસો સામે આવ્યા હતા. જેને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 94,31,227એ પહોંચી ગઇ છે. દરમિયાન વધુ 417 લોકોના મોત સાથે મૃત્યુઆંક પણ 137092ને પાર પહોંચી ગયો છે. જોકે છેલ્લા 24 કલાકમાં જ 45613 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. જે સાથે જ સાજા થયેલાની કુલ સંખ્યા 88,45,714ને પાર પહોંચી ગઇ છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પાંચ લાખ જેટલી છે. બીજી તરફ કોરોનાની વેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે ત્યારે દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે.

કોરોના

દેશમાં 38 હજારથી વધુ કેસો નોંધાયા

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસીની શોધ સાથે સંકળાયેલી ત્રણ ટીમોની સાથે વાતચીત કરશે અને સમગ્ર રિપોર્ટ લેશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોદી આ ટીમોનો સંપર્ક કરશે. જે ટીમોની સાથે મોદી વાત કરશે તે ગેન્નોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઇ અને ડો. રેડ્ડીનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસીની શોધ સાથે સંકળાયેલી ત્રણ ટીમોની સાથે વાતચીત કરશે

બીજી બાજુ આજે મહારાષ્ટ્રમાં કોરોનાથી 85 દરદીના મોત થયા હતા.નવા 5444 દરદી નોંધાયા હતા. આથી રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને 18,20,051 થઈ છે. અને મરણાંકનું પ્રમાણ 47071 થયું છે. જ્યારે આજે કોરોનાના 4362 દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા છે. તેમ જ રાજ્યમાં 90997 એક્ટિવ દરદી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

મૃત્યુઆંક પણ 137092ને પાર પહોંચી ગયો

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદી સાજા થવાનું પ્રમાણ એટલે કે રિકવરીનું પ્રમાણ 92.36 ટકા છે.  એટલે કે 16 લાખ 80 હજાર 926 દરદી કોરોનાથી મુક્ત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1,08,04,422 ટેસ્ટ કર્યા છે. એમાંથી 18 લાખ 20,058 દરદી પોઝિટિવ નોંધાયા હતા આથી રાજ્યમાં કોરોના દરદીનું પ્રમાણ 16.85 ટકા થયું છે. અને મરણાંકનું પ્રમાણ 2.59 ટકા છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ

Ali Asgar Devjani

VIDEO/ માલિશ તો ઘણા પ્રકારના તમે જોયા હશે, પણ હાથી પાસે ક્યારેય માલિશ કરાવ્યું છે ખરૂ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!