GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સુરતને અનલોક-2 પડ્યુ ભારે, આજે કોરોનાના 253 પોઝિટિવ કેસ નોંધાતા મચ્ચો હાહાકાર

Corona

અનલોક-2 બાદ રાજ્યમાં કોરોનાના આંકડા ચિંતા વધારે તેવા આવી રહ્યાં છે. આજે અનલોક-2ના ચોથા દિવસે રાજ્યમાં એક દિવસમાં નોંધાતા આંકડાઓમાં સૌથી વધારે કેસ આજે નોંધાયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોનો આંકડો 700 પાર રહ્યો. આજે સુરતે અમદાવાદની સાઈડ કાપી છે. આજે સુરતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 35,398

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 712 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 21 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1927 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 35,398 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

કોર્પોરેશન પ્રમાણે કેસની યાદી

કોરોનાના સંક્રમણ મામલે આજે સુરત રાજ્યમાં ટોચ પર રહ્યું. આજે નોંધાયેલા કુલ 712 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 201 અને જિલ્લામાં 52 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 165 અને જિલ્લામાં 7 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 34 અને જિલ્લામાં 27 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 11 અને જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 7989 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 25,414 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1927 થયો છે.

ગુજરાતમાં Coronaના રેકોર્ડબ્રેક 712 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓના મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 9, સુરતમાં 4, રાજકોટમાં 4 જ્યારે મહેસાણા, અરવલ્લી, વલસાડ અને કચ્છમાં 1-1 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1927 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓ સાજા થયા છે. જે મળીને અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 25 હજાર 414 લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 8057 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે.તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 4 લાખ 04 હજાર 354 ટેસ્ટ કરવામાં આવ્યા છે.SPONSORED CONTENT

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 712
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 35398
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 21
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 473
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 25414
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 8057

READ ALSO

Related posts

શ્રાવણનો ત્રીજા સોમવાર, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મળી જોવા

pratik shah

સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, વાલોડ-માંગરોળમાં 5 ઇંચ

Bansari

કોરોના વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં નવા 1078 કેસ, ચેપગ્રસ્તોની સંખ્યા 70 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!