GSTV

ઘાતક વાયરસ/ 20 ઓગસ્ટ સુધીમાં 12 લાખથી વધુ નોંધાયા કેસ, વિશ્વમાં ક્યાંય નથી નોંધાયા આટલા ચેપગ્રસ્તો

Last Updated on August 21, 2020 by pratik shah

ભારતમાં કોરોના વાયરસના 20 ઓગસ્ટ 2020 સુધી 12 લાખથી વધુ કોરોના દર્દી નોંધાયા છે. આ આંકડો વિશ્વમાં પણ સૌથી વધુ છે. કોઈ પણ દેશમાં ઓગસ્ટમાં આટલા કોરોના દર્દી નોંધાયા નથી. ગુરુવારે કોરોનાના લગભગ 70 હજાર કેસ નોંધાયા હતા. આ આંકડા પણ ભયાનક છે કારણ કે જુલાઈ મહિનામાં કોરોનાના 11 લાખથી વધુ કેસ નોંધાયા હતા.

જુલાઈ મહિનામાં કોરોનાના 11 લાખથી વધુ કેસ નોંધાયા

પરંતુ ઓગસ્ટના 20 દિવસમાં આ આંકડો 12 લાખને વટાવી ગયો છે, જ્યારે આ મહિનાના અંતમાં હજી 11 દિવસ બાકી છે. જેમાં બીજા 10 લાખ સુધી જઈ શકે છે. દુનિયામાં ઓગસ્ટ મહિનામાં (19 ઓગસ્ટ સુધી) અમેરિકા 9 લાખ 94 હજાર કોરોના દર્દી હતા. બ્રાઝિલ 7 લાખથી વધુ દર્દી છે. આ આંકડાઓ વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.

આ મહિનાના અંતમાં હજી 11 દિવસ બાકી

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ છે અને આ સંખ્યા 6.5 લાખની નજીક પહોંચી ગઈ છે. તે જ સમયે, મોતની બાબતમાં ભારત વિશ્વમાં ચોથા નંબર પર આવી ગયું છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 54,975 લોકો મૃત્યુ પામ્યા છે. ભારત પહેલા એમિરેકા, બ્રાઝિલ અને મેક્સિકો છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ

ભારતની સરકારો સાચા આંકડા આપે તો કદાચ વિશ્વમાં સૌથી વધું મોત ભારતમાં થઈ ગયા હોઈ શકે છે. 31 જુલાઈ સુધીના આંકડા પર નજર નાખો તો જુલાઇમાં કોરોના વાયરસના 11.1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 19122 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જૂનની તુલનામાં જુલાઈમાં લગભગ 2.8 ગણો વધુ કેસ અને 1.6 ડબલ મૃત્યુ નોંધાયા છે.

તે જ સમયે, લગભગ 4 લાખ કોરોના કેસ નોંધાયા હતા અને જૂનમાં 11988 મૃત્યુ નોંધાયા હતા. હવે સ્થિતી એવી છે કે સરકારી હોસ્પિટલોમાં કોઈ કોઈનું સાંભળતું નથી. શિખાઉ તબિબોજ સારવાર કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

મહંત નરેન્દ્ર ગિરીના નિધનથી રાજકીય આલમમાં આઘાતની લાગણી, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Pritesh Mehta

હદ છે / વિદ્યાર્થીઓને સ્કૂલમાં ટોયલેટ જવા માટે બતાવવું પડશે ડોક્ટરનું પ્રિસ્કીપશન, શાળાના વિચિત્ર નિયમોથી વાલીઓ પરેશાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!