GSTV

કોવિડ-19ની સારવાર કરતી 20 ખાનગી હોસ્પિટલોની ફાયરની NOC હજુ પણ લટકેલી, રિન્યુની જવાબદારી જે-તે એકમની !

અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 20 જેટલી હોસ્પિટલોની ફાયરની NOCની પ્રક્રિયા ઝડપથી પુરી કરવા ફાયર બ્રિગેડ ખાતાને સૂચના અપાઇ છે. ઉપરાંત જે હોસ્પિટલની એનઓસીની મુદત પુરી થઇ ગઈ છે અને પ્રક્રિયા પણ નથી કરી તેવી હોસ્પિટલોને નોટિસો ફટકારાઈ હોવાની વિગતો આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન અમુલ ભટ્ટે આપી હતી. આ કામગીરી પૂર્ણ થયે અન્ય તમામ હોસ્પિટલોની કામગીરી હાથ ધરાશે તેમ જણાય છે. જો કે એનઓસી રિન્યુ કરાવવાની જવાબદારી જે-તે એકમની જ હોય છે, તેમ જણાવ્યું હતું.

20 જેટલી હોસ્પિટલોની ફાયરની NOCની પ્રક્રિયા ઝડપથી પુરી કરવા ફાયર બ્રિગેડ ખાતાને સૂચના અપાઇ

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલાં આઠ દર્દીઓ જીવતા સળગી ગયાની કરૂણાંતિકાના પગલે થયેલાં ઉહાપોહ થયા બાદ એનઓસી તપાસવાનું બ્રહ્મજ્ઞાાન ફાયર બ્રિગેડના હપ્તાખાઉ અધિકારીઓને થયું છે.ફાયરની એનઓસી માટે આવેલી અરજીનો નિકાલ ચોક્કસ સમયમાં જ થઇ જવો જોઈએ તેની સમયમર્યાદા નક્કી કેમ નથી કરાતી ? સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ બને તો ફાયરવાળા ક્લાસીસ અને શિક્ષણ સંસ્થાઓ તપાસવા દોડે છે.

હોસ્પિટલમાં આગ લાગી ત્યારે હોસ્પિટલો તરફ ધ્યાન ગયું

હાઇરાઇઝમાં આગ લાગે તો બહુમાળી બિલ્ડીંગો ચેક કરે છે. હવે હોસ્પિટલમાં આગ લાગી ત્યારે હોસ્પિટલો તરફ ધ્યાન ગયું છે. કોઈ સર્વગ્રાહી નિર્ણય કેમ નથી થતો ? શા માટે આ બાબતનો સમાવેશ હેલ્થના અધિકારીઓએ એમઓયુની શરતોમાં નહોતો કર્યો ? આ ઘોરબેદરકારીનો જવાબ કેમ માંગવામાં આવતો નથી. ત્યારે બીજી તરફ જે હોસ્પિટલ, મોલ, બહુમાળી બિલ્ડીંગ, ક્લાસીસની એનઓસી પુરી થતી હોય તે પહેલાં જે-તે સંસ્થાને સૂચના ઓટોમેટિક જતી રહે તેવું સોફટવેર કેમ ડેવલપ કરાતું નથી ? જો ફી તગડી લેતા હોય અને ‘સ્માર્ટસિટી’ કહેવડાવતા હોય તો આટલું તો કરવું જ રહ્યું. સ્ટેન્ડિંગ ચેરમેને સામેથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે NOCની મુદત પુરી થતી હોય તો રિન્યુ કરાવવાની જવાબદારી જે તે સંસ્થા કે ધંધાદારી એકમની છે.

જો ફી તગડી લેતા હોય અને ‘સ્માર્ટસિટી’ કહેવડાવતા હોય તો આટલું તો કરવું જ રહ્યું

પરંતુ ચેરમેન એ વાત ભૂલી જાય છે કે, ધંધાદારી સમયસર રિન્યુ ના કરાવે તો પગલાં લેવાની જવાબદારી ફ્યિર બ્રિગેડની થતી નથી ? ફાયર સિસ્ટીમ કેમ ચલાવીવ તે નાખનારને કેમ શીખવાડાતું નથી ? શ્રેયમાં સિસ્ટીમ ચાલુ હતી તેઓ ઉતાવળે ઓફિસરે અભિપ્રાય આપી દીધો હતો. હવે તેમને પૂછવું જોઈએ કે તો પછી તેનો કેમ ઉપયોગ ના થયો ?

બીજો સવાલ એ છે કે જેમની સામે આંગળી ચિંધાતી તે ફાયર અને હેલ્થના અધિકારીઓ તપાસ કમિટીમાં કઇ રીતે ગોઠવાઈ ગયા ? આ તો આરોપીને જજ બનાવી દેવા જેવું થયું. મ્યુનિ.ના ફાયર બ્રિગેડમાં પોલંપોલ ચાલે છે, તે તરફ ‘દુર્ઘટના’ ના બને ત્યાં સુધી કોઈ ધ્યાન જ આપતું નથી. સુરત મ્યુનિ.એ ફાયરની એનઓસી ના હોય તેવી કોવિડ માટે એકવાયર કરેલી હોસ્પિટલોના એમઓયુ રદ કરી નાખ્યા, અમદાવાદમાં કેમ હજુ ઉદાસિનતા છે ?

READ ALSO

Related posts

લોકો એક વાર મરી જાય, પરંતુ તાજબીબી ત્રણ પતિઓના મોતથી ત્રણ વાર મરી હવે ચોથાને બચાવવા કરે છે પ્રાર્થના

Dilip Patel

પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળ પર કર્યો હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

Ankita Trada

ચુડા તાલુકાની 13 વર્ષની સગીરા પર અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો, બોટાદની હોસ્પિટલમાં કરાવ્યો ગર્ભપાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!