GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

કોરોના સંકટમાં ચર્ચામાં આવેલી તબલિગી જમાતનો આવો છે ઇતિહાસ, એક કે બે નહીં 150 દેશોમાં છે પગપેસારો


દિલ્લીમાં નિજામુદ્દીન વિસ્તારમાં તબલિગી જમાતના મરકજમાં કોરોના વાયરસ પેલાવાથી આ જમાત દેશભરમાં લોકોના નિશાને આવી ગઈ છે. લોકડાઉન છતાં અહીં 2,000થી વધારે લોકો એકત્ર થવા પર આ જમાતની સામાજિક જવાબદારી ઉપર સવાલ ઉભા કરે છે. દિલ્હી પોલિસે તો તબલિગી જમાતના મૌલાના સાદ તેમજ અન્ય જવાબદારો સામે મહામારી નિયમન 1897 હેઠળ કેસ પણ નોંધાવી દીધો છે. મોલાસા સાદ જ તબલિગી જમાતના મુખિયા છે.

મોલાસા સાદ જ તબલિગી જમાતના મુખિયા

આ પહેલી વખત નથી કે તબલિગી જમાત અને મોલાના સાદ વિવાદમાં ફસાયા હોય. ત્રણ વર્ષ પહેલા પણ જમાતમાં એવો વિવાદ થયો હતો કે તેને બે ભાગમાં વહેંચી દીધી હતી. તે પછી મૌલાના સાદે જૂની જમાતના પોતાને અમીર જાહેર કર્યા હતા. બીજા 10 સભ્યોની સૂરા કમિટી બનાવીને દિલ્હીના તુર્કમાન ગેટ પર મસ્જિદ ફૈજ એ ઈલાહીથી પોતાની અલગથી તબલિગી જમાત ચલાવી રહ્યા છે. મૌલાના ઈબ્રાહિમ, મૌલાના અહમદ લાડ અને મૌલાના જુહૈર સહિત કેટલાય ઈસ્લામિક સ્કોલર આ બીજા જૂથથી જોડાયેલા છે.

ત્રણ વર્ષ પહેલા પણ જમાતમાં એવો વિવાદ થયો હતો કે તેને બે ભાગમાં વહેંચી દીધી

કોરોના સંક્રમણના ભયને જોતા મસ્જિદ ફૈજ એ ઈલાહીના તબલિગી જમાતના કામ સરકારની ચેતવણીના બહુ પહેલા 1 માર્ચે બંધ કરી દીધી હતી. બીજી બાજુ નિજામુદ્દીન મરકજમાં જમાતનું કામ તમામ પ્રકારની લાપરવાહી સાથે ચાલુ જ હતું. 13 માર્ચે મોલાના સાદે મરકજમાં જોડનો એક કાર્યક્રમ રાખ્યો હતો. જેના માટે ભારત જ નહીં વિદેશથી પણ કેટલાય લોકો આવ્યા હતા. આ સમયે લોકડાઉન હોવા છતાં તબલિગી જમાતના મરકજમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા. મૌલાના સાદના પરદાદા મૌલાના ઈલ્યાસ કાંધલવીએ જ 1927માં તબલિગી જમાતનું ગઠન કર્યું હતું. ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાંધલાના રહેવાશી હતા. જેના કારણે તે પોતાના નામ સાથે કાંધલવી લગાવતા હતા. મૌલાના ઈલિયાસની ચોથી પેઢીએ મૌલાના સાદ આવે છે. મૌલાના સાદના દાદા મૌલાના યુસુફ હતા. જે મૌલના ઈલિયાસના દિકરા હતા અને તેમના મૃત્યુ પછી અમીર બન્યા હતા.

1926-27માં તબલિગી જમાતનું ગઠન કર્યું


1965માં દિલ્લીમાં મૌલાના સાદનો જન્મ થયો છે. તેના પિતાનું નામ મૌલાના મોહમ્મદ હારૂન હતું. મૌલાના સાદ શરૃઆતનો અભ્યાસ 1987માં મદરેસા કશફૂમ ઉલૂમ, હજરત નિજામુદ્દિન માં થયું હતું. તે પછી તેઓ સહારાનપુર ગયા હતા. જ્યાં તેઓએ આલમિયતની ડિગ્રી મેળવી હતી. મૌલાના શાદના લગ્ન 1990માં સહારનપુર મજાહિર ઉલમના મોહતમિમ (વીસી) મૌલાના સલમાનની દિકરી સાથે થયા હતા. 1995માં તબલિગી જમાતના સર્વેસર્વા મૌલાના ઈનામુલ હસનના મૃત્યુ પછી મૌલાના સાદે મરકજની જવાબદારી સંભાળી છે. ત્યારથી તે તબલિગી જમાતના પ્રમુખ બન્યા છે. તબલિગી જમાતમાં મૌલાના સાદનું મોટું માન છે. તેમના વચન અને ઉપદેશને મુસ્લિમ સમુદાયમાં ખૂબજ સાંભળવામાં આવે છે. તબલિગી જમાતના ઈજ્તિમામાં મૌલાના સાદની એક ઝલક મેળવવા અને હાથ મિલાવવા માટે લોકો તલપાપડ રહે છે.

હિંદુમાંથી મુસ્લિમ બનેલાઓના શુદ્ધિકરણ અભિયાન સમયે બની તબલિગી જમાત


ભારતમાં અંગ્રેજોની હકુમત આવ્યા પછી આર્ય સમાજે હિંદુંમાંથી મુસ્લિમ બનેલા લોકોને ફરીથી હિંદુ બનાવવા શુદ્ધિકરણ અભિયાન ચાલુ કર્યું હતું. આ સમયે મૌલાના ઈલિયાસ કાંધવીએ 1926-27માં તબલિગી જમાતનું ગઠન કર્યું. તે પછી તે આ તબલીગી જમાતના પહેલા અમિર બન્યા. મૌલાના ઈલિયાસ પહેલી જમાત મેવાત લઈને ગયા હતા. મૌલાના ઈલિયાસ પછી તેમના દિકરા મૌલાના યુસૂફ જમાતના સર્વેસર્વા બન્યા. મૌલાના યુસુફ 1965માં અચાનક અવસાન થયું. જે પછી મૌલાના ઈનામુલ હસન તબલિગી જમાતના પ્રમુખ બન્યા. ઈનામુલ હસનના સમયગાળામાં સૌથી વધારે તબલિગી જમાતનો વિસ્તાર થયો. ત્રીસ વર્ષ સુધી તેઓ આ પદ ઉપર રહ્યા. આ સમયગાળામાં દેશ જ નહીં પરંતુ વિશ્વમાં તબલિગી જમાતનો ફેલાવો થયો. મૌલાના ઈનામુલ હસને 1993માં 10 સભ્યોની એક કમિટી બનાવી. જેમાં દુનિયાના અલગ અલગ દેશોના લોકોને સામેલ કરવામાં આવ્યા. ભારતમાં એમાંથી મોલાના ઈનામિલ હસન, મૌલાના સાદ, મૌલાના જુબેર, અને મૌલાના અબ્દુલ વહાબને જોડ્યા હતા. આ કમિટીનું કામ વિશ્વમાં થતા તબલિગી જમાતનું કામ જોવાનું છે. ‘

1926-27માં તબલિગી જમાતનું ગઠન કર્યું

વર્ષ 1995માં ઈનામુલ હસનનું અવસાન થતાં તબલિગી જમાતના સર્વેસર્વા કોણ તેના પર વિવાદ થતાં કોઈ પ્રમુખ ના બનાવ્યા પરંતુ 10 સભ્યોની સૂરા કમિટી હતી તે જ તેની જ દેખરેખ હેઠળ કામ ચાલતું હતું. આ કમિટીના વધારે સભ્યોના મોત થયા છે. મૌલાના ઝુબેરના 2015માં અવસાન પછી સૂરામાં અબ્દુલ વહાબ બચ્યા હતા. તે પછી તબલિગી જમાતમાં લોકોએ કહ્યું કે કમિટિમાં જે સદસ્યોનું અવસાન થતાં જગ્યા ખાલી પડી છે. તેને ભરવામાં આવે. મૌલાના સાદ એ માટે તૈયાર નહોતા. અને પોતાને તબલિગી જમાતના અમીર જાહેરકરી દીધા. જેના લીધે બે જૂથમાં વિવાદ લાંબો ચાલ્યો લાઠી ડંડા પણ ચાલ્યા. તે પછી બીજા જૂથે તુર્કમાન ગેટ પર મસ્જિદમાં કામ ચાલુ કરી દીધું છએ. હાલમાં મુસ્લિમ સમુદાયમાં મોટો હિસ્સો તબલિગી જમાતથી જોડાયેલો છે તે આજે પણ નિજામુદ્દિન સ્થિત મરકજને જ પોતાનું કેન્દ્ર માને છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારની લાપરવાહીને કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાનું કબ્રસ્તાન બની

pratik shah

કાળઝાળ ગરમી: અમદાવાદ શહેરમાં 48 ક્લાક માટે અપાયું ઓરેન્જ એલર્ટ

pratik shah

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની કોરોના મામલે યોજી પત્રકાર પરિષદ, મહત્વનાં નિર્ણય લેવાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!