રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1074 કેસ નોંધાયા છે અને 22 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 10, અમદાવાદમાં 3, વડોદરા અને મોરબીમા 2-2, અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ અને વલસાડમાં 1-1 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોના(COVID-19)ના કારણે મૃત્યુઆંક 2606 થઇ ચૂક્યો છે. તો હાલમાં 86 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે અને હાલમાં 14,501 દર્દી સ્ટેબલ છે.જે સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14587 છે. આજે સૌથી ખુશીના સમાચાર એ છે કે, રેકોર્ડબ્રેક 1370 દર્દી સાજા થયા છે. આજ દિવસ સુધીમાં કુલ 51692 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,30,373 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૮૪,૫૭૧ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૮૩,૨૫૧ વ્યક્તિઓ હૉમ ક્વોરન્ટીન છે અને ૧,૩૨૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1074
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 68,885
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 22
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1370
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 51,692
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14587

જામનગરમાં 52 પોઝિટિવ કેસ
ભાવનગર જિલ્લામાં 52 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 46 અને ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. જોકે, જિલ્લામાં 53 દર્દી સાજા થતા તેમને રજા પણ આપવામાં આવી છે.


રાજકોટમાં કોરોનાનાં 90 પોઝિટિવ કેસ
રાજકોટમાં આજે કોરોનાના 90 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટ શહેરનો કુલ આંકડો 1660 પર પહોંચી ગયો છે. આજે વધારે 66 દર્દીઓ સાજા થયા છે.
READ ALSO
- અનશન પર ઉતરવાની ચીમકી/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની ભરતીમાં મોટા ભ્રષ્ટાચારની આવી રહી છે ગંધ
- વ્હોટસેપ ડેસ્કટોપ યૂઝર્સ માટે મોટી ખબર! કંપનીએ રોલઆઉટ કર્યુ કૉલિંગ ફીચર
- અચાનક પૈસાની જરૂર પડે તો SBIની આ સુવિધાનો કરો ઉપયોગ, લોન કરતા ઓછુ વ્યાજ ઉપરાંત ઘણાં છો ફાયદા
- IDBI Bank ના ગ્રાહકો 31 માર્ચ સુધીમાં આ કામ પતાવી દેજો નહીંતર તમારું એકાઉન્ટ…
- 2.50 રૂપિયાનો વધારો થતાં જ પેટ્રોલ આ શહેરમાં લિટરે 100 રૂપિયાએ પહોંચશે : જાણી લો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કેટલી છે કિંમત