અમદાવાદ શહેર ફરી એક વખત કોરોનાના અજગરી ભરડામાં લપેટાયેલું જોવા મળી રહ્યું છે.એક તરફ મ્યુનિસિપલ તંત્ર શહેરમાં કોરોના પેશન્ટોની સતત વધી રહેલી સંખ્યાને જોતા કોરોનાના પેશન્ટોને અમદાવાદ બહાર સારવાર માટે મોકલી રહ્યું છે. બીજી તરફ શહેરમાં મંગળવારે એક જ દિવસમાં શહેરના 45 અલગ-અલગ સ્થળોને કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં રહેતા કુલ મળીને 8018 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા છે.

8018 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં

ખોખરા સર્કલ પાસે આવેલા રાધે બંગલોમાં ત્રીસ થી પણ વધુ કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા બંગલોના બે ભાગના 363 મકાનોના 1524 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા 162 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળમાંથી ચારમાં નિયંત્રણ દુર કરી મંગળવારે નવા 45 સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટ જાહેર કર્યા છે.


માઈક્રોકન્ટેઈન્મેન્ટ કરેલા નવા 45 સ્થળ
સ્થળ | વસ્તી |
અશોક ટેનામેન્ટ,ઘોડાસર | 11 |
ઓમ શાંતિ, લાંભા | 204 |
નવરંગ-2,ઈસનપુર | 30 |
રત્ન સાગર,વટવા | 24 |
સ્મૃતિવિહાર,વટવા | 59 |
યશ ટેનામેન્ટ,વટવા | 88 |
મારૂતિ હેરીટેજ,ઠકકરનગર | 84 |
કરીશ્મા ટેનામેન્ટ,કુબેરનગર | 109 |
શિવશકિત,દાણીલીમડા | 128 |
શ્રીનંદનગર-1,વેજલપુર | 150 |
કીર્તીસાગર,જોધપુર | 88 |
કીર્તીસાગર,જોધપુર | 76 |
કનકકલા-1,જોધપુર | 65 |
છીપા ચાલી,ગોમતીપુર | 186 |
જેસલ પાર્ક,ઓઢવ | 115 |
અમર જયોત,ઓઢવ | 84 |
જય સોમનાથ,ઓઢવ | 185 |
એલઆઈજી,ઓઢવ | 185 |
મનીષા પાર્ક,ઓઢવ | 144 |
શિવકૃપા,ઓઢવ | 132 |
બાલાજી રેસીડેન્સી,નિકોલ | 43 |
સ્વપ્ન સૃષ્ટી,વસ્ત્રાલ | 424 |
હેપીહોમ,ભાઈપુરા | 128 |
રાધે બંગલો,ખોખરા | 1524 |
નવી પોળ,ગોમતીપુર | 65 |
સહજગ્રીન,રામોલ | 488 |
સરીતા સોસાયટી,વિરાટનગર | 134 |
સર્વમંગલમ રેસીડેન્સી,સાબરમતી | 22 |
કેદારનાથ સોસાયટી,પાલડી | 50 |
ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ,આંબાવાડી | 10 |
ગણેશ એપાર્ટમેન્ટ,ન્યુ રાણીપ | 34 |
અભિષેક એપાર્ટમેન્ટ,નવા વાડજ | 80 |
યોગેશ્વર એપાર્ટમેન્ટ,આંબાવાડી | 10 |
કેશવ એપાર્ટમેન્ટ,ચાંદખેડા | 280 |
ગોદાવરી નગર,વાસણા | 42 |
ઈસાન રેસીડેન્સી,ચાંદખેડા | 72 |
સહજાનંદઓએસીસ | 350 |
ઓરમ સ્કાય,ગોતા | 320 |
સુદર્શન સ્કાય,ગોતા | 110 |
ગેલેકસી ટાવર,બોડકદેવ | 360 |
ગોયલ ટેરેસ,બોડકદેવ | 300 |
વાસુકાન ટાવર,ઘાટલોડિયા | 300 |
એડન ગોદરેજ,જગતપુર રોડ | 280 |
આઈસીબી ફલોરા,ગોતા | 400 |
માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયેલા જાહેર કરાયા

નોંધનીય છે કે પૂર્વ ઝોનમાં સૌથી વધુ તેર,પશ્ચિમ ઝોનમાં નવ,ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આઠ,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પાંચ,દક્ષિણ ઝોનમાં આઠ અને ઉત્તર ઝોનના બે સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયેલા જાહેર કરાયા છે.ખોખરા સર્કલ પાસે આવેલા રાધે બંગલોમાં રહેતા મોટાભાગના રહીશો અમદાવાદ શહેરના જુદા-જુદા માર્કેટ સાથે સંકળાયેલા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
READ ALSO
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવાને લઈને ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યું KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા
- ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ : સોશિયલ મીડિયા પર મચી ધમાલ, તસવીરો જોઈ ઉંહકારો નીકળશે
- NTAમાં કુલ 58 પદો માટે છે ભરતી : 6 આંકડામાં હશે પગાર, ભૂલ્યા વિના હમણાં જ કરો એપ્લાય