ગુગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધઘટ થતી રહેતી હોય છે. હાલ ઘટેલા કેસોએ લોકોને રાહત પહોંચાડી છે પણ ફરી નવી કોઈ લહેર શરૂ ના થાય તો સારૂં એમ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. બીજી તરફ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરેલી તૈયારીઓ કરતાં મંથરગતિથી ચાલી રહી છે. સોફ્ટવેરમાં હજુય 20થી વધુ કેન્દ્રોની માહિતી ફીડ થઈ શકતી નહીં હોવાનું કહેવાય છે. દરમ્યાના આજે નવા 91 કેસ નોંધાયા છે.

નવા 91 કેસ નોંધાયા
જ્યારે સારવાર લઈ રહેલાઓમાંથી એક દર્દીનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. તેમજ સાજા થઈ ગયેલાં 179 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોધાયેલાં કુલ કેસોનો આંકડો હવે 61235ને આંબી ગયો છે. જેમાંથી 2232 દર્દીઓએ તેમની મહામુલી જીંદગી ગુમાવી છે જ્યારે 52419 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 1694 થઈ ગઈ છે.

ક્યા ઝોનમાં કેટલા એક્ટિવ કેસો ?
પશ્ચિમઝોન | ૨૭૨ |
ઉત્તરપશ્ચિમઝોન | ૨૭૯ |
દક્ષિણપશ્ચિમઝોન | ૨૬૩ |
દક્ષિણઝોન | ૨૬૪ |
પૂર્વઝોન | ૨૦૩ |
ઉત્તરઝોન | ૨૨૨ |
મધ્યઝોન | ૧૯૧ |
કુલ | ૧૬૯૪ |
નવા નોંધાતા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા ઘણી ઊંચી હોવાથી એક્ટિવ કેસો ફટાફટ ઘટી રહ્યાં છે. હાલ પશ્ચિમઝોન, ઉત્તરપશ્ચિમઝોન, દક્ષિણ પશ્ચિમઝોનના 814 અને પૂર્વકાંઠાના મધ્યઝોન, દક્ષિણઝોન, ઉત્તરઝોન, પૂર્વઝોનના 880 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય