ગુજરાતમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટું અંતર હોય તેમ જણાય છે. પ્રતિ ૧૦ લાખની વસતીએ સૌથી વધુ ટેસ્ટમાં ગુજરાત દેશના ટોચના ૨૦ રાજ્યોમાં પણ નથી. મોટા રાજ્યોમાં દિલ્હીમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સૌથી વધુ ૩.૨૦ લાખ ટેસ્ટ થયા છે જ્યારે ગુજરાત ૧.૨૦ લાખ ટેસ્ટ સાથે ૨૨માં સ્થાને છે. કોરોનાના કુલ સૌથી વધુ ટેસ્ટમાં ગુજરાત ૮૦.૩૩ લાખ ટેસ્ટ સાથે સમગ્ર દેશમાં સાતમાં સ્થાને છે. ઉત્તર પ્રદેશે સૌથી વધુ ૨ કરોડ ટેસ્ટ કર્યા છે. આ સિવાય બિહાર-તામિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-આંધ્ર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧ કરોડને પાર છે.

કયા મોટા રાજ્યમં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ ટેસ્ટ?

દિલ્હી | ૩.૨૦ લાખ |
ગોવા | ૨.૩૦ લાખ |
આંધ્ર | ૨.૦૦ લાખ |
કેરળ | ૧.૮૦ લાખ |
કર્ણાટક | ૧.૭૦ લાખ |
તામિલનાડુ | ૧.૬૦ લાખ |
આસામ | ૧.૬૦ લાખ |
તેલંગાણા | ૧.૫૦ લાખ |
ઓડિશા | ૧.૪૦ લાખ |
હરિયાણા | ૧.૩૦ લાખ |
બિહાર | ૧.૩૦ લાખ |
કર્ણાટક-આંધ્ર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧ કરોડને પાર

પ્રતિ ૧૦ લાખની વસતીએ જ્યાં સૌથી વધુ ટેસ્ટ થયેલા છે તેમાં દિલ્હી સાથે આંદમાન નિકોબારનો પણ સમાવેશ થાય છે. દિલ્હી અને આંદમાન નિકોબારમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૩.૩૦ લાખ વ્યક્તિના ટેસ્ટ થઇ ચૂક્યા છે. આ યાદીમાં લદ્દાખ ૩.૨૦ લાખ સાથે બીજા, પુડ્ડુચેરી ૨.૭૦ લાખ સાથે ત્રીજા, અરૃણાચલ પ્રદેશ ૨.૪૦ લાખ સાથે ચોથા અને જમ્મુ કાશ્મીર ૨.૩૦ લાખ સાથે પાંચમાં સ્થાને છે.
રાજ્ય | ટેસ્ટ |
ઉત્તર પ્રદેશ | ૨.૦૦ કરોડ |
બિહાર | ૧.૫૦ કરોડ |
તામિલનાડુ | ૧.૨૦ કરોડ |
કર્ણાટક | ૧.૧૦ કરોડ |
મહારાષ્ટ્ર | ૧.૧૦ કરોડ |
આંધ્ર પ્રદેશ | ૧.૦૦ કરોડ |
ગુજરાત | ૮૦.૩૩ લાખ |
દિલ્હી | ૬૫ લાખ |
કેરળ | ૬૩.૮૦ લાખ |
ગુજરાતના આરોગ્ય વિભાગના દાવા અનુસાર રાજ્યમાં પ્રતિ દિન ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. રાજ્યની વસતીને ધ્યાને લેતા પ્રતિ દિન ૧૦૭૨.૮૫ ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. જોકે, માત્ર પ્રતિ ૧૦ લાખની વસતીએ જ નહીં કુલ સૌથી વધુ ટેસ્ટમાં પણ ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના ૬.૪૪ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ, આ પ્રમાણે ગુજરાતમાં હાલ પ્રતિ દિવસે સરેરાશ માત્ર ૬૪ હજાર ટેસ્ટ થઇ રહ્યા છે. જેની સરખામણીમાં ઉત્તર પ્રદેશે છેલ્લા ૧૦ દિવસમાં સરેરાશ ૧.૫૦ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતના કયા જિલ્લામાં પ્રતિ ૧૦ લાખની સરેરાશ સૌથી વધુ ટેસ્ટ?
જિલ્લો ટેસ્ટ | |
અમદાવાદ ૨.૯૦ લાખ | |
સુરત ૨.૫૦ લાખ | |
રાજકોટ ૧.૭૦ લાખ | |
ગાંધીનગર ૧.૪૦ લાખ | |
વડોદરા ૧.૩૦ લાખ | |
મોરબી ૧.૨૦ લાખ | |
ડાંગ ૧.૦૦ લાખ | |
અમરેલી ૧.૦૦ લાખ | |
બોટાદ ૧.૦૦ લાખ | |
નર્મદા ૯૯૩૦૦ |
ગુજરાતમાંથી પ્રતિ ૧૦ લાખની વસતીએ અમદાવાદમાંથી સૌથી વધુ ૨.૯૦ લાખ ટેસ્ટ થયેલા છે. અમદાવાદમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૨૦ લાખને પાર છે. ૧૦ લાખની વસતીએ સૌથી વધુ ટેસ્ટમાં સુરત ૨.૫૦ લાખ સાથે બીજા, રાજકોટ ૧.૭૦ લાખ સાથે ત્રીજા, ગાંધીનગર ૧.૪૦ લાખ સાથે ચોથા અને વડોદરા ૧.૩૦ લાખ સાથે પાંચમાં સ્થાને છે. ૧૦ લાખની વસતીએ પંચમહાલમાં સૌથી ઓછા ૪૮,૧૦૦, જુનાગઢમાં ૫૩,૪૦૦ જ્યારે સાબરકાંઠામાં ૫૮,૧૦૦ ટેસ્ટ થયેલા છે. ગુજરાતમાંથી જામનગરમાં સૌથી વધુ ૪.૭૦%નો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો છે જ્યારે વડોદાર ૪.૪૦% સાથે બીજા અને ગાંધીનગર ૩.૬૦% સાથે ત્રીજા સ્થાને છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત