GSTV

વેક્સિનેશન/ અમદાવાદમાં ૩૬ લાખથી વધુ લોકોને કોરોના વેકિસન અપાઈ, રસી લેનારાઓમાં પુરુષની સંખ્યા વધુ

વેકિસન

Last Updated on July 30, 2021 by Damini Patel

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૩૬ લાખથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે.રસી લેનારાઓમાં ૨૦ લાખથી વધુ પુરુષો તેમજ ૧૫ લાખથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.૩૪ લાખથી વધુ લોકોને કોવિશિલ્ડ જયારે ૧.૮૬ લાખથી વધુ લોકોને કોવેકિસનના ડોઝ આપવામાં આવ્યા છે.એક ડોઝ લેનારાની સંખ્યા ૨૮ લાખથી વધુ છે.જયારે બંને ડોઝ લેનારાની સંખ્યા ૮ લાખથી વધુ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી કોરોના વેકિસનેશનની કામગીરી શરુ કરવામાં આવી છે.છેલ્લા છ મહિનાથી ચાલી આવતી રસીકરણની કામગીરીમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.લોકોને સ્લોટ મળ્યા પછી પણ રસી ના મળવાની ફરીયાદો હજુ આજે પણ યથાવત રહેવા પામી છે.રોજ એક લાખ લોકોને કોરોના રસી આપવાની જાહેરાત બાદ અમદાવાદ શહેરમાં માત્ર એક જ દિવસ પચાસ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપી શકાઈ છે.આ સિવાયના દિવસોમાં રસીકરણની સંખ્યામાં ખાસ વધારો જોવા મળ્યો નથી.

શહેરના સાત ઝોન દીઠ સરેરાશ વેકિસનના ત્રણ હજાર ડોઝ મળતા હોવાથી સરેરાશ રસીકરણની સંખ્યા ૨૫ હજારની આસપાસ જોવા મળી રહી છે.૨૮ જુલાઈ -૨૦૨૧ સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ મળીને ૨૦,૭૨,૭૯૯ પુરુષ અને ૧૫,૮૯,૯૪૯ મહિલાઓને કોરોના રસી આપવામાં આવી છે.રસી લેનારાઓમાં સુપરસ્પ્રેડર્સ ઉપરાંત પ્રસુતા મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સનો પણ સમાવેશ થાય છે.તાજેતરમાં થયેલા એન્ટિબોડી ડેવલપ થવા અંગેના સર્વેમાં શહેરના ૮૦ ટકા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થયાનું તારણ સામે આવ્યુ છે.આ તારણ બાદ તંત્રના અધિકારીઓનું એવુ માનવુ છે કે,જો એક મહિના સુધી અમદાવાદ શહેરને વેકિસનનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તો કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો પણ ખાસ તેની કોઈ ખાસ અસર શહેરમાં થશે નહીં.

કયા ઝોનમાં કેટલા લોકોને રસી અપાઈ?

ઝોન : રસી લેનારાની સંખ્યા

મધ્ય : ૩,૪૨,૨૭૮

પૂર્વ : ૫,૧૬,૬૫૫

ઉ.પ. : ૬,૭૪,૪૦૩

ઉત્તર : ૪,૬૪,૯૦૩

દ.પ. : ૫,૬૯,૦૩૧

પશ્ચિમ : ૮,૬૩,૩૧૯

કોરોના

કઈ કેટેગરીના લોકોને કેટલી રસી અપાઈ?

કેટેગરી : રસી લેનારાની સંખ્યા

ફ્રન્ટલાઈન વર્કર : ૩૦૬૫૮૧

હેલ્થ વર્કર : ૧૯૦૨૭૨

૪૫થી ૫૯ વયના : ૯૨૩૨૦૩

૬૦થી વધુ વયના : ૬૯૯૬૩૧

૧૮થી ૪૪ વયના : ૧૫૪૩૪૯૯

કુલ : ૩૬૬૩૧૮૬

એક ડોઝ લેનારા : ૨૮,૪૧,૬૯૩

બંને ડોઝ લેનારા : ૮,૨૧,૫૯૬

પુરૃષ : ૨૦,૭૨,૭૯૯

મહિલા : ૧૫,૮૯,૯૪૯

ટાગોરહોલ ખાતે આજે રસી નહીં અપાય

૩૦ જુલાઈએ મ્યુનિ.ની ટાગોરહોલ ખાતે બોર્ડ બેઠક યોજાવાની હોવાથી કોરોના વેકિસનની કામગીરી બંધ રહેશે એવી મ્યુનિ.તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદમાં ૫૧૦૯૫ લોકોને કોરોના વેકિસન અપાઈ

અમદાવાદ શહેરમાં આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી કોરોના વેકિસનેશનની કામગીરી શરુ કરવામાં આવ્યા બાદ ગુરૃવારે સૌ પ્રથમ વખત કુલ ૫૧૦૯૫ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.રસી લેનારાઓમાં ૨૮૦૩૩ પુરુષ ઉપરાંત ૨૩૦૬૨ મહિલાઓનો સમાવેશ થતો હતો.૧૮થી ૪૪ વયના ૧૭૭૩૩ પુરુષ અને ૧૩૧૩૯ મહિલા સહિત કુલ ૩૦૮૭૨ લોકોને તથા ૪૫થી વધુ વયના કુલ ૧૫૦૭૬ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!