GSTV

કોરોનાનો કહેર વધતા: ભારતીય ગ્રાહકોની ખરીદ પેટર્ન બદલાઇ, હાલમાં આ ઉત્પાદનો છે વેચાણમાં ટોપ પર

ભારતમાં કોરોનાનો કહેર વધતા ભારતીય ગ્રાહકોની ખરીદી બદલાઇ ગઇ છે, ખર્ચ કરવાની પધ્ધતી બદલાઇ ગઇ છે. તે પોતાના આરોગ્યને લઇને કેટલા ચિંતિંત છે, તે તેમની ખરીદીને જોઇને જાણી શકાય છે, આવો જાણી દેશ અને દુનિયાનાં કન્ઝ્યુમર માર્કેટમાં કેટલી વસ્તુઓની ખરીદી લોકો વધુ કરી રહ્યા છે તે અંગે જાણીએ.

આ પ્રોડક્ટમાં ગ્રાહકોની રૂચી વધી

દુનિયામાં ગ્રાહક વર્ગની રૂચી એવા ઉત્પાદનોમાં વધી ગઇ છે, જે ઇમ્યુનિટિ ને વધારીને તેમની શરીરને સ્વસ્થ રાખી શકે છે, ભારતમાં સામાન્ય રીતે આયુર્વેદિક ઉત્પાદનોની ખરીદી વધી છે, ડાબર, હિમાલયા જેવી પારંપરિક કંપનીઓનાં ઉત્પાદનો ચ્યવનપ્રાશ, મુલૈઠી અને ગિલોય જેવી ચીજોનું વેચાણ વધી ગયું છે.

ચ્યવનપ્રાશ મધના વેંચાણમાં થયો વધારો

ચ્યવનપ્રાશનું વેચાણ 282 ટકા વધી ગયું છે, બ્રાન્ડેડ મધનું વેચાણ 39 ટકા વધી ગયું છે, ડાબર કંપનીનાં ચ્યવનપ્રાશનું વેચાણ 700 ટકા વધ્યું છે, તે જ પ્રકારે પતંજલિ આયુર્વેદિકે પણ એપ્રિલથી જુન વચ્ચે વેચાણમાં વૃધ્ધી થઇ છે. તે જ પ્રકારે પેકેટમાં બંધ સામાન જેવા કે બ્રેકફાસ્ટ સિરિયલ્સ, ઇન્સ્ટન્ટ નુડલ્સ, ચોખા, અને કુકિંગ ફેટ્સ જેવા જેવા ઉત્પાદનોનાં વેચાણમાં ઉછાળો આવ્યો છે, નેસ્લેની મેગી, કિટકેટ, અને મંચ જેવા ઉત્પાદનોનું વેચાણ વધ્યું છે. ભારતીય પરિવારોએ અત્યંત લોકપ્રિય ઉત્પાદન પારલે જી બિલ્કીટની રેકોર્ડ ખરીદી કરી છે, તે જ પ્રકારે બ્રિટાનિયાનાં બિસ્કીટ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ પણ વધી ગયું છે.

Related posts

નોકરીયાત વર્ગને મોટી ભેટ / હવે ગ્રેચ્યુટી માટે 5 વર્ષ રાહ જોવાની નથી જરૂર, મોદી સરકારે કાયદામાં કર્યો આ સુધારો

Mansi Patel

PM Kisan: 5.95 લાખ એકાઉન્ટની થઈ તપાસ, વિશ્વાસ નહીં થાય આટલા લાખ લાભાર્થીઓ નિકળ્યા નકલી, હવે શું કરશે સરકાર?

Arohi

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!