દુબઈની હોસ્પિટલમાં દાખલ તેલંગાણાના એક કોરોના દર્દીને રૂ.1.52 કરોડનું બિલ હોસ્પિટલે આપ્યું હતું. પણ પાછળથી તે માફ કરીને તેને રૂ.10 હજાર ખિસ્સા ખર્ચના અને મફત ટિકિટ આપીને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા. હકીકતમાં, તેલંગાનાના જગિતાલમાં રહેતા 42 વર્ષના ઓડનાલા રાજેશને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 23 એપ્રિલે દુબઈની ‘દુબઈ હોસ્પિટલમાં’ દાખલ કરવામાં આવી હતી. આશરે 80 દિવસની સારવાર બાદ રાજેશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેનું બિલ 7,62,555 દિરહામ (1.52 કરોડ રૂપિયા) પકડાવી દેવાયું હતું.

આ પછી, દુબઈની ગલ્ફ વર્કર્સ પ્રોટેક્શન સોસાયટીના પ્રમુખ ગુંડેલી નરસિંહા, જે શરૂઆતથી રાજેશના સંપર્કમાં હતા અને રાજેશને હોસ્પિટલમાં લઈ ગયા હતા, તે બાબતે દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓફિસર સુથ રેડ્ડીની સમક્ષ મુકી હતી.

આ ઉપરાંત, કોન્સ્યુલેટ ઓફિસર હરજીતસિંહે દુબઈની હોસ્પિટલ મેનેજમેન્ટને પત્ર લખીને માનવતાના ધોરણે આ ગરીબનું બિલ માફ કરવાનું કહ્યું છે. હોસ્પિટલે સકારાત્મક જવાબ આપ્યો અને રાજેશનું બિલ માફ કરાયું.
દર્દી ઓડનાલા રાજેશ અને તેના એક સાથીને ખિસ્સા ખર્ચના મફત ટિકિટ અને 10,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. રાજેશ મંગળવારે રાત્રે પોતાના વતન પહોંચ્યો હતો, તેને પણ એરપોર્ટ પર અધિકારીઓએ આવકાર્યો હતા. 14 દિવસથી ઘરે કોરોન્ટાઈન છે.
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ