કોરોના મહામારી વિશ્વવ્યાપી બની ચૂકી છે. કોરોનાને કારણે વિશ્વના ત્રણ દેશો સૌથી વધુ સંક્રમિત થયા છે. ભારતમાં પણ કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. દેશમાં દરરોજ નવા કેસોમાં સતત ઊંચા આંક આવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના આંક 10 લાખ નજીક પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ દેશમાં અત્યાર સુધી 9.68 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 24915 લોકોના કોરોનાથી મોત નીપજ્યાછે. જ્યારે કે 6.12 લાખ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના નવા 32 હજાર 695 કેસ સામે આવ્યા છે. અને 606 લોકોના મોત પણ થયા છે.

દેશમાં કોરોના કેસનો વિકાસ દર પણ વિશ્વમાં ત્રીજા નંબરે
કોરોના ચેપની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. ભારતમાં અમેરિકા અને બ્રાઝિલ પછી કોરોના સંક્રમણને લીધે સૌથી વધુ અસરગ્રસ્ત છે. પરંતુ જો પ્રતિ 10 લાખની વસતી આધારે કોરોના સંક્રમણ અને તેનાથી થતા મોત વિશે જોઈએ તો ભારતમાં અન્ય દેશો કરતા વધુ સારી સ્થિતિમાં છે. ભારત કરતા વધુ કેસોમાં અમેરિકા (36,15,991), બ્રાઝિલ (19,70,909) માં છે. દેશમાં કોરોના કેસનો વિકાસ દર પણ વિશ્વમાં ત્રીજા નંબરે છે.

દેશમાં 15 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય | કુલ સંક્રમિત | એક્ટિવ કેસ | રિકવરી | મોત |
Maharashtra | 2,75,640 | 1,11,801 | 1,52,613 | 10,928 |
Tamil Nadu | 1,51,820 | 47,343 | 1,02,310 | 2,167 |
Delhi | 1,16,993 | 17,807 | 95,699 | 3,487 |
Karnataka | 47,253 | 27,849 | 18,467 | 933 |
Gujarat | 44,648 | 11,222 | 31,346 | 2,080 |
Uttar Pradesh | 41,383 | 14,628 | 25,743 | 1,012 |
Telangana | 39,342 | 12,957 | 25,999 | 386 |
Andhra Pradesh | 35,451 | 16,621 | 18,378 | 452 |
West Bengal | 34,427 | 12,747 | 20,680 | 1,000 |
Rajasthan | 26,580 | 6,459 | 19,587 | 534 |
Haryana | 23,306 | 5,320 | 17,667 | 319 |
Bihar | 21,558 | 7,868 | 13,533 | 157 |
Assam | 19,755 | 6,810 | 12,889 | 53 |
Madhya Pradesh | 19,643 | 5,053 | 13,908 | 682 |
દેશમાં હાલના સમયે 3.31 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. વિશ્વમાં ભારત એક્ટિવ કેસ મામલે ચોથા નંબરે છે. જેની હાલમાં સારવાર ચાલી રહી છે. દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 1,11,801 લોકો કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે તામિલનાડુમાં પણ 47343 જેટલા એક્ટિવ કેસ છે. ત્રીજા નંબરે કર્ણાટકમાં 27849 જેટલા એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 18 હજાર જેટલા એક્ટિવ કેસ છે.આંધ્રપ્રદેશમાં 16621 એક્ટિવ કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ એક્ટિવ કેસની સંખ્યા 14628 થઈ ચૂકી છે. તેલંગાણામાં પણ 13 હજાર જેટલા એક્ટિવ કેસ છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોના સંક્રમણના 12747 જેટલા કેસ એક્ટિવ છે. દેશમાં એક્ટિવ કેસ મામલે ગુજરાત 9 મા સ્થાને છે. ગુજરાત કરતાં 8 જેટલા રાજ્યોમાં એક્ટિવ કેસ વધુ છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ મામલે દેશમાં 5 મા સ્થાને ગુજરાત છે.
READ ALSO
- આ રાજ્યમાં શરૂ થશે QR કોડ આધારિત હેલ્થ કાર્ડ, હેલ્થકેર ફેસિલિટીથી લઇને તમામ જાણકારી માત્ર એક ક્લિકમાં
- મોદી સરકારની દરખાસ્ત ખેડૂતોએ ફગાવી/ કૃષિ કાયદા રદ કરવાની માગ પર અડગ રહ્યા ખેડૂત સંગઠન
- CM રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે કર્યું રૂપિયા 5 લાખનું દાન
- VI ના ગ્રાહકો માટે ખુશખબરી! આ એપથી ફ્રીમાં કરો ડૉક્ટર સાથે કન્સલ્ટેશન, ફોન પર જ ખબર પડી જશે શું છે બીમારી
- ગરીબોના સપના કેજરીવાલ પુરા કરશે/ 2025 સુધીમાં 89,400 ફ્લેટ્સ બનાવશે, દરેકને મળશે પાક્કુ મકાન