ચીન પછી દક્ષિણ કોરીયામાં પણ કોરોના કેર ફેલાવવા લાગ્યો છે. દક્ષિણ કોરિયામાં 16મી માર્ચે 6 લાખ કેસ નોંધાયા છે. આ પૈકી મોટાભાગના સ્થાનિક સંક્રમણના કેસો છે. એટલે કે દેશમાં ”લોકલ ટ્રાન્સમિશન” શરૂ થઈ ગયું છે. કોરીયન ડીસીઝ કન્ટ્રોલ એજન્સી (KDCA) દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે દેશમાં નોંધાયેલા આ તાજા મામલા સાથે કોવિડ-૧૯ નો કુલ કેસ વધીને ૭૬,૨૯,૨૭૫ સુધી પહોંચી ગયો છે. આ સંદર્ભમાં સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ જણાવે છે કે દ. કોરીયામાં બુધવારે એક જ દિવસમાં કોરોનાને લીધે ૨૯૩ ના મૃત્યુ થયા હતા.

ચીન પણ અત્યારે કોરોનાનો પ્રકોપ વહોરી રહ્યું છે ત્યાં બુધવારે એક જ દિવસમાં ૩,૨૯૦ કેસ નોંધાયા છે. તેટલું જ નહીં પરંતુ આ રોગનો વ્યાપ ના થવાના પ્રયાસ તરીકે દક્ષિણ ચીનમાં કેટલાય શહેરોમાં ‘લોકડાઉન’ જાહેર કરવું પડયું છે. શેનઝોનના દક્ષિણી, ટેક-હબ વિસ્તારમાં ૧ કરોડ ૭૫ લાખ લોકોને લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત શાંઘાઈ અને અન્ય શહેરોમાં પણ પ્રતિબંધો લાગુ કરાયા છે.

આ પ્રતિબંધો તેણે તેવા સમયે લાદવા પડયા છે કે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર, રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રુડના વધતા જતા ભાવો અને નબળી પડી ગયેલી ઉપભોક્તાની માગણીના દબાણ નીચે આવી ગયું છે. વધુ ગંભીર બાબત તે છે કે આ બંને દેશો માત્ર કોરોના જ નહીં પરંતુ તેના નવા વેરીયેન્ટ ઓમીક્રોનના પણ શિકાર બની રહ્યા છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા