GSTV

કોરોના વાયરસ/ ઓલમ્પિક નજીક જાપાન સરકારની તકેદારી, ટોક્યોમાં ચોથી કોરોનાની ઇમર્જન્સી લાગુ

કોરોના

Last Updated on July 14, 2021 by Damini Patel

જાપાનની રાજધાની ટોક્યોમાં સોમવારે કોરોનાની ચોથી સ્ટેટ ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. પીએમ યોશીહીદે સૂગા સરકારે આ ઘોષણા કરી. અધિકારીયોએ જણાવ્યું કે, ટોક્યો ઓલમ્પિકને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે. આ ઇમર્જન્સી 22 ઓગસ્ટ સુધી લાગુ થશે. ટોક્યો ઓલમ્પિક 23 જુલાઈથી શરુ થશે, જે 8 ઓગસ્ટ સુધી ચાલશે. સરકારનું લક્ષ્ય ઓલમ્પિક દરમિયાન અનાવશ્યક અવાજાહી પર રોક લગાવવી છે.

બોન ફેસ્ટિવલની રજાઓ પણ ઓગસ્ટના મધ્યમાં શરૂ થશે. ભીડ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમર્જન્સી લાદવામાં આવી છે. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે લિમ્પિક્સમાં ભલે દર્શકો ન હોય. પરંતુ ઘણા લોકો બહારથી આવશે. આને કારણે કોરોનાનું સંક્રમિણ વધવાની સંભાવના રહેશે. એમ કહેનારા લોકોમાં યોકોહામા સિટીના તોશીહિરો નુમાતા છે. ટોક્યોમાં વૃદ્ધ મહિલા મીનાટો વોર્ડએ જણાવ્યું હતું કે સ્ટેટ ઇમર્જન્સીનો હેતુ કદી સમજાયો નહોતો. આ સમસ્યા હલ ક્યારેય નહીં. તેવી જ રીતે યાઓ સિટીના રહેવાસી તોરૂ કામડાએ કહ્યું કે સરકારે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂકવો જોઈએ.

નવા વાયરસે ન્યુઝિલેન્ડમાં વધારી ચિંતા

ન્યુઝીલેન્ડે લગભગ કોરોના પર કાબુ મેળવી લીધો છે. પરંતુ હવે અહીં એક નવા વાયરસની ચિંતા વધી ગઈ છે. તેને રેસ્પીરેટ્રી સેન્સેશલ વાયરસ (આરએસવી) કહેવામાં આવી રહ્યું છે. તેની અસર બાળકો પર થઈ રહી છે. તેનાથી બાળકોમાં વહેતું નાક, ખાંસી, છીંક આવવી અને તાવ આવે છે. સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા પાંચ અઠવાડિયામાં આરએસવીના 969 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 29 સપ્તાહમાં 1,743 કેસ નોંધાયા છે.

Read Also

Related posts

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!