GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

OMG! કોરોનાના કારણે ટેન્ટમાં રહવા મજબૂર ડૉક્ટર, સ્નેક્સ ખાઈ વિતાવી રહ્યો છે જિંદગી

કોરોના વાયરસે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે, ત્યારે આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ ડૉક્ટર્સ અને નર્સ 24 કલાક દર્દીઓની સારવાર કરવામાં લાગી રહ્યા છે, ત્યારે દર્દીઓની સરવાર કરી રહેલા એક ડૉક્ટરે પોતાની પત્ની અને બાળકોને આ મહામારીના ખતરાથી બચાવવા માટે ગેરેજમાં ટેન્ટ લગાવીને રહેવાનો નિર્ણય કર્યો છે. અમેરિકામાં પણ આ કોરોના વાયરસ ખુબ જ તેજીથી વધી રહ્યો હોવાથી કેલિફોર્નિયાના ડૉક્ટર ચેંગ નથી ઈચ્છતા કે, તેમના પરિવારને કોઈપણ પ્રકારનો ખતરો થાય.

ઘરના ગેરેજમાં ટેન્ટ લગાવી રહે છે

ડેલી મેલની માહિતી પ્રમાણે ડૉક્ટર ચેંગ ક્રિટિકલ કેયર સ્પેશ્યાલિસ્ટ છે. તે હાલના સમયમાં પોતાના ઘરના ગેરેજમાં ટેન્ટ લગાવીને રહેવા લાગ્યા છે. એક ટ્વિન મેટ્રેસ, લેપટોપ અને સ્નેક્સની સાથે ટેન્ટમાં સમય વિતાવે છે. હોસ્પિટલમાં પોતાની શિફ્ટ પૂર્ણ કર્યા બાદ ડૉક્ટર ચેંગ ટેન્ટમાં જ રહે છે. ચેંગે ફેસબુક પર લખ્યુ છે કે, મેં ખુદ જ હોમલેસ હોવાનો નિર્ણય કર્યો છે, જો હું સંક્રમિત થઈ જાવ તો, મારા પરિવારના કોઈ સભ્યને સંક્રમણ ન લાગે. તેમણે જણાવ્યુ કે, એક રાતતો તેમણે પોતાની કારમાં જ વિતાવી દીધી હતી. ત્યારબાદ આગલી ચાર રાત્રી તેમણે હોસ્પિટલના કોલ રૂમમાં સૂઈને કાઢી હતી. જોકે, પાંચમાં દિવસે તેમની પત્નીએ ગેરેજમાં ટેન્ટ લગાવવાનો આઈડિયા આપ્યો હતો.

ઘણા મહિનાઓ સુધી ટેન્ટમાં રહેવુ પડશે

ડૉ. ચેંગ કેલિફોર્નિયાના ઈરવિનમાં સ્થિત યૂસીઆઈ મેડિકલ સેન્ટરમાં કામ કરે છે. ચેંગ માને છે કે, તેમને ઘણા મહિનાઓ સુધી ટેન્ટમાં રહેવુ પડી શકે છે, કારણ કે, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમિત પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. ડૉક્ટરનો પરિવાર તેમના માટે સ્નેક્સ લઈને તો, આવે છે, પરંતુ ગેરેજના દરવાજા પાસે જ રાખીને ચાલ્યો જાય છે. ટેન્ટની પાસે જ તેમની કાર ઊભી રહે છે અને ત્યાંથી જ સીધા તેઓ હોસ્પીટલ ચાલ્યા જાય છે.

કેલિફોર્નિયામાં 100 થી વધારે લોકોના મોત

ડૉક્ટર ચેંગે પોતાની કહાની ફેસબુક પર લખી છે, જેને યુઝર્સ હજારો વખત શરે કરી છે. તેમણે કહ્યુ કે, જો તમે ઈચ્છો છો કે, હેલ્થ કેર વર્કર્સ હોમલેસ ન થાય તો, તમે તમારા ઘરમાં જ રહો. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 30 હજારથી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમા અમેરિકાના કેલિફોર્નિયામાં 100 થી વધારે લોકોની મોત કોરોનાના કારણે થઈ ચૂકી છે અને અમેરિકામાં હજુ પણ કેસ વધી રહ્યા છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!