GSTV

કોરોના સૌરાષ્ટ્રમાં મચાવી રહ્યો છે હાહાકાર, 24 કલાકમાં 300થી વધારે કેસ અને 19નાં મોત

કોરોનાનો રાક્ષસી પંજો સૌરાષ્ટ્રમાં વિસ્તરી રહયો છે સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લામાં પોઝીટીવ કેસ અને મોતનો આંકડો ચિંતાજનક હદે વધી રહયો છે. વહીવટી તંત્રનો કોઈ કંટ્રોલ જોવા મળતો નથી આરોગ્ય સેવા સુધરવાને બદલે સતત કથળી રહી છે. રાજકોટ હોટ સ્પોટ બની રહયુ છે છેલ્લા એક સપ્તાહથી રોજ ૪૦ – પ૦ કેસ શહેરમાં પોઝીટીવ આવી રહયા છે જયારે જિલ્લામાં પણ આંકડો વધી રહયો છે.

કોરોના

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં જ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો પાંચ હજારને ક્રોસ કરી ગયો છેે છતાં તંત્રનાં પેટનું પાણી હલતુ નથી.  આજે રાજકોટમાં કોરોના બ્લાસ્ટ થયો છે એક જ દિવસમાં પર પોઝીટીવ કેસ બહાર આવવાની સાથે સૌરાષ્ટ્રમાં કોરોના પોઝીટીવનો આંકડો ૩૦૧ સુધી પહોંચી ગયો છે અને સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા ર૪ કલાકમાં કોરોનાનાં ખપ્પરમાં ૧૯  લોકો હોમાયા છે.

રાજકોટ બન્યું હોટસ્પોટ

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ કોરોના હોસ્સ્પોટ બની રહયુ છે ગઈકાલે પ૦ કેસ પોઝીટીવ આવ્યા બાદ આજે રવિવારે છેલ્લા ર૪ કલાકમાં વધુ પર કેસ આવતા રાજકોટનો કુલ આંકડો ૯૩૩ સુધી આંબી ગયો છે હવે એક – બે દિવસમાં ૧૦૦૦ પહોંચવા આવ્યો છે. પર૭ લોકો સારવાર લઈ રહયા છે જયારે માત્ર પ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.

રાજકોટના 2 ડોક્ટર અને ડીડીઓ કોરોના સંક્રમિત

રાજકોટમાં બે તબીબ અને રાજકોટ તાલુકા વિકાસ અધિકારી પંકજ પરમારને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોનાનાં દર્દીઓથી ઉભરાઈ રહી છે હાલ ૩૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે જયારે ર૦૦ જેટલા દર્દીઓ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે.

રાજકોટમાં 24 કલાકમાં 11ના મોત

રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને બહારનાં જિલ્લાના મળીને ૧૧ મોત થયા છે જો કે આરોગ્ય તંત્રએ સતાવાર રીતે કોરોનાનાં દર્દીનાં ૬ મોત થયાનું જાહેર કર્યુ છે. આ ઉપરાંત મોરબીમાં – ૧, તાલાલામાં – ૧, જામનગરનાં – ૧, જસદણનાં – ર , પોરબંદર – ૧ અને જૂનાગઢ જિલ્લામાં ર નાં મોત થયા છે.

રાજકોટમાં 24 કલાકમાં 34 નવા કેસ

રાજકોટ જિલ્લામાં પણ કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે. છેલ્લા ર૪ કલાકમાં જ વધુ ૩૪ કેસ બહાર આવતા ગ્રામ્ય વિસ્તારમાં કુલ પોઝીટીવની સંખ્યા પ૩પ  સુધી પહોંચી ગઈ  છે. ગોંડલ તાલુકામાં રાફડો ફાટયો છે ૧પ નવા કેસ આવ્યા  છે તેમાં ચાર સબ જેલનાં કેદીનો સમાવેશ થાય છે. સુલતાનપુરમાં કેસની સંખ્યા વધી રહી હોવાથી આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયુ છે. જેતપુરમાં કુલ ૪, જસદણમાં ૩, ધોરાજી તાલુકામાં બે, જામકંડોરણાં તાલુકામાં ર , ઉપલેટા – ર , પડધરી તાલુકામાં ૩ , રાજકોટ તાલુકામાં ૩ અને લોધિકા તાલુકામાં ૧ કેસ પોઝીટીવ આવ્યો છે. જસદણ શહેરમાં એક અને સાંથળી ગામમાં એક એમ તાલુકામાં કુલ બે મોત થયા છે.

જામનગરમાં વધુ 22 કેસ, એક વૃદ્ધાનું મોત

જામનગરમાં આજે વધુ રર કેસ અને એક વૃધ્ધનું મોત થયુ હતુ. શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહયુ છે. નાગર પરામાં રહેતા ઠાકરશીભાઈ કોટેચા નામના વૃધ્ધનુ મોત થયુ છે. મોરબીમાં પીપળી અને નવી પીપળી ગામે દસ સહિત વધુ ર૦ કેસ નવા આવ્યા છે અને ગોકુલનગરનાં રહેવાસી ૮ર વર્ષનાં પુરુષનું મોત થતા જિલ્લામાં કુલ મોત ૧૭ થયા છે. મોરબીમાં કોરોનાનો કહેર વધી રહયો છે. જૂનાગઢમાં વધુ બે દર્દીનાં મોત થતા કુલ મોતનો આંકડો ર૯ સુધી આંબી ગયો છે અને જિલ્લામાં વધુ ર૦ લોકોનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.

પોરબંદરમાં 4 સુરેન્દ્રનગરમાં 24 નવા કેસ

પોરબંદરમાં આજે વધુ ચાર પોઝીટીવ કેસ આવ્યા છે અને ૭૩ વર્ષનાં એક વૃધ્ધાનું મોત થયુ છે. અમરેલીમાં આજે કોરોનાની ગંભીર સ્થિતિ ઉભી થઈ હતી. એક જ દિવસમાં વધુ ૩૮ કેસ બહાર આવતા કુલ કેસ ૩ર૯ સુધી પહોંચી ગયા હતા. કુલ મોતનો આંકડો ૧૬ સુધી પહોંચ્યો છે. દેવભૂમી દ્રારકામાં જવા ૧૧ કેસ નોંધાતા કુલ પપ સુધી આંકડો પહોંચ્યો છે. કલ્યાણપુરમાં હદયરોગનાં સારવાર માટે ગયેલી એક મહિલાનો કોરોનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ર૪ , ચોટીલામાં ૧૮ કેસ આવ્યા છે. બોટાદમાં પ અને ભાવનગરમાં ૩૧ પોઝીટીવ કેસ આવતા સોેરાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં કુલ ૩૦૧ સુધી પોઝીટીવનો આંકડો પહોંચતા હાહાકાર મચી ગયો છે.

MUST READ:

Related posts

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખકે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જે કારણ લખ્યું છે એ જાણીને હલી જશો

Bansari

ગીરના બાળ માલધારીની અદભૂત ગાયકીનો વીડિયો વાયરલ, ગાયો અને ભેંસો ચરાવતી વખતે બોલાવી દુહા છંદની રમઝટ

Nilesh Jethva

ઉડી ન શકતા 4માંથી 3 પક્ષીઓનો માનવે કરી નાખ્યો ખાત્મો, ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે પ્રજાતિઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!