GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોનાનો કોહરામ : સામ્યવાદી દેશનાં દાયકામાં પ્રથમ વખત સંસદનું સત્ર થયું સ્થગિત

ચીનમાં કોરનાવાયરસનાં કારણે હજુ પણ મોતનો કાળમુખો પંજો યથાવત છે ત્યારે ચીની અર્થતંત્ર પર પણ તેની ગંભીર અસર સર્જાઈ છે. ત્યારે પાંચમી માર્ચથી શરૂ થતું વાર્ષિક સંસદીય સત્ર મુલતવી રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે. ચીનાં જીવલેણ કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 2,592 સુધી પહોંચ્યો છે. જ્યારે 77,000થી વધુ લોકો ચેપગ્રસ્ત બન્યા છે. ત્યારે બીજી તરફ વિશ્વનાં અન્ય દેશમાં પણ આ જીવલેણ રોગનાં કારણે લોકોનાં મોત નિપજવાનાં સમાચાર આવ્યા છે, જ્યાં ઈટાલીમાં પણ કોરોના વાઇરસના કારણે ચોથી વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

પાંચમી માર્ચથી શરૂ થતું વાર્ષિક સંસદીય સત્ર મુલતવી રાખવાનો નિર્ણય સરકારે કર્યો

ચીનમાં કોરોના વાઇરસના એપીસેન્ટર એવા વુહાનમાં સોમવારે શહેરની તાળાબંધી હળવી કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ માત્ર ત્રણ જ ક્લાકમાં આ નિર્ણય પાછો ખેંચી લેવાયો હતો. વુહાનના સૃથાનિક વહીવટી તંત્રે ક્વોરેન્ટાઈનમાં ન હોય અને વિશેષ સારવાર ઈચ્છતા હોય આૃથવા શહેરમાં ફસાયેલા લોકોને તબક્કાવાર વુહાન છોડવાની મંજૂરી આપવામાં આવી હતી. ચીને 23મી જાન્યુઆરીથી આ શહેરમાં વસતા 1.1 કરોડથી વધુ લોકોને શહેર છોડતા અટકાવ્યા હતા. વુહાન ઉપરાંત ચીનમાં પાંચ કરોડથી વધુની કુલ વસતી ધરાવતા 18 શહેરોને તાળાબંધી કરી દેવાઈ છે અને લોકોને શહેર છોડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

ચીનમાં પાંચ કરોડથી વધુની કુલ વસતી ધરાવતા 18 શહેરોને તાળાબંધી કરી દેવાઈ

દરમિયાન અસાધારણ પગલું ભરતાં ચીને પાંચમી માર્ચથી શરૂ થઈ રહેલું વાર્ષિક સંસદીય સત્ર મૂલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન (સીપીસી) અને નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)ની સ્ટેન્ડિંગ કમિટિની આજે બેઠક થઈ હતી, જેમાં કોરોના વાઇરસના કારણે એનપીસીનું વાર્ષિક સત્ર મૂલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. 13મી એનપીસીનું વાર્ષિક સત્ર ચીનની સૌથી મોટી રાજકીય ઘટના કહેવાય છે. આ સત્રનું મૂળભૂત રીતે આયોજન પાંચમી માર્ચે થવાનું હતું, પરંતુ તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં ચીને વન્ય જીવોના વેપાર પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

યુરોપીયન દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

કોરોના વાઇરસના પ્રસારનું કારણ વન્ય જીવોનો આહાર હોવાનું પણ મનાય છે. દરમિયાન ઈટાલીના ઉત્તરીય લોમ્બાર્ડી વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધનાં મૃત્યુ સાથે આ યુરોપીયન દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 7 થઈ ગયો છે. સલામતીના કારણોસર આ શહેરને તાળાબંધી કરી દેવાઈ છે. અહીં 50,000થી વધુ લોકોના સ્થાળંતર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!