દુનિયાભરમાં કોરોનાના કેસોમાં ભારે ઘટાડો થઈ જતાં લોકોએ રાહત તો મેળવી છે. પરંતુ ફરી કેસો વધે તેવી શક્યતાઓ વધી છે. કોરોનાના નવા વેરિઅન્ટથી દુનિયાભરમાં વધુ એક લહેરની ભીતિ સેવાઈ રહી છે. નવા વેરિઅન્ટને ટેસ્ટમાં પકડવાનું કામ ખૂબ જ મુશ્કેલ હોવાથી તેનો ફેલાવો ઝડપભેર થશે તેવી નિષ્ણાતોની ચેતવણી છે.
ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળે છે નવા કેસો ઘટી રહ્યા છે આથી તેવી આશા બંધાઈ રહી છે કે હવે દુનિયાને કોરોનામાથી જલ્દી મુક્તિ મળશે પરંતુ તે આશા ઠગારી નીવડે તેમ છે કારણ કે કોરોનાના એક વેરિયન્ટ ઓમીક્રોનનો પણ નવો સબ-વેરિયન્ટ ડેવલપ થયો છે તેનું નામ સ્ટીબ્થ રાખવામાં આવ્યું છે. ચીનમાં તેના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે.

આ સ્ટીબ્થ સબવેરિયન્ટ એટલા માટે વધુ ખતરનાક છે તેનું નિદાન કરવું જ મુશ્કેલ છે. તે બે સબવેરિયન્ટના મિશ્રણથી ઉપસ્થિત થાય છે. તેવા કેસ ઓછા એટલા માટે નોંધાયા છે કે તે ટેસ્ટિંગમાં જ જલદી પકડાતો નથી. જો કે આ વેરિયન્ટમાં રાહતની વાત એ છે કે તેની અસર શ્વસન તંત્રના ઉપરના ભાગે જ જોવા મળે છે. તે ફેફસા સુધી પહોંચતો નથી. ગળા સુધી જ સીમિત રહે છે. જો કે ઑમિક્રોનના પણ પહેલા આવા જ લક્ષણો દેખાતા હતા તેમાં કોરોનાની બીજી લહેર સમયે તેનો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાવા લાગ્યો હતો. તેની સીધી અસર ફેફસા ઉપર જ થવા લાગી હતી તેથી ઑક્સિજનની ઉણપ દેખાવા લાગી હતી.

સ્ટીબ્થ વેરિયન્ટથી સંક્રમિતોને ચક્કર આવે છે થાક લાગે છે. નબળાઈ દેખાય છે. પરંતુ આ લક્ષણો દેખાવા શરૂ થાય ત્યારે તે ઘણો જ ફેલાઈ ગયો હોય છે. કાનપુર ITI ના તજજ્ઞો જણાવે છે કે ૨૨મી જુન સુધીમાં કોરોનાની ચોથી લહેર ફેલાય તેવી પૂરી શક્યતા છે. જે ઓગસ્ટના મધ્ય સુધીમાં ટોચ પર પહોંચશે. ચોથી લહેર ચાર મહિના સુધી ચાલી શકે છે. લોકો જેટલા વધુ ભીડભાડમાં જશે અને ટોળે વળશે તો આ નવા વેરિયન્ટનું સંક્રમણ વધતું જશે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા