GSTV

કોરોના બિસ્કીટ કંપનીને ફળી ગયો, પારલે-જી બન્યું દેશની નંબર વન બ્રાન્ડ

Last Updated on July 11, 2020 by Mansi Patel

ભારતીય ગ્રાહકોએ ગતવર્ષે સૌથી વધુ પસંદ કરેલી બ્રાન્ડ્સમાં પાર્લેજી મેદાન મારી ગયું છે. આ ઉપરાંત અમુલ, ક્લિનિક પ્લસ, બ્રિટાનિયા અને ઘડી સૌથી વધુ પસંદ કરાયેલ બ્રાન્ડ્સમાં સ્થાન પામી છે. આ ટોચની ચાર બ્રાન્ડ્સે કાંતાર બ્રાન્ડ ફુટપ્રિન્ટ રિપોર્ટ 2020માં પોતાનું રેન્કિંગ જાળવી રાખ્યું હતું. જ્યારે ઘડી ડિટર્જન્ટ સ્થાનિક ડેરી બ્રાન્ડ અવિનને પાંચમા સ્થાને પછાડીને ચોથા સ્થાને આવી ગઈ છે.

RSPL ગ્રુપે ટોપ પાંચમાં કર્યો પ્રવેશ

બ્રાન્ડ ફુટપ્રિન્ટ રિપોર્ટમાં એવા બ્રાન્ડ્સ આવે છે જે મોટાભાગના ગ્રાહકો દ્વારા સૌથી વધુ વખત ખરીદવામાં આવે છે. આ રેન્કિંગ કન્ઝ્યુમર રીચ પોઇન્ટ્સ (સીઆરપી) પર આધારિત છે. બ્રાન્ડ ખરીદતા ઘરોની સંખ્યાના આધારે અને તેઓ જે સેગ્મેન્ટમાં ખરીદે છે તેની પર આધારિત હોય છે. કન્ઝ્યુમર રીચ પોઇન્ટ્સમાં 12 ટકાના ઉછાળા બાદ RSPL ગ્રુપે ટોપ 5માં પ્રવેશ કર્યો છે. તે વર્ષ 2018ના ટોપ 5ની યાદીમાં હતી. આ ઉપરાંત અન્ય ચાર બ્રાન્ડ્સના કન્ઝ્યુમર રીચ પોઇન્ટ્સમાં પણ 12% થી 32% નો વધારો જોવા મળ્યો હતો. જેમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના ક્લિનિક પ્લસ શેમ્પૂનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં આવેલી 25 શ્રેષ્ઠ બ્રાન્ડોમાં એવિન અને વિજયા જેવી સ્થાનિક ડેરી બ્રાંડનો પણ સમાવેશ થાય છે.

Related posts

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

Zainul Ansari

Technology Alert / Mobile યુઝર્સને સરકારે આપી ચેતવણી! એન્ડ્રોઇડ હોય કે આઇફોન… હેકર્સથી બચવા માટે તાત્કાલિક કરો આ કામ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!