GSTV

કોરોનાનો ભરડો: ધારાસભ્ય બલરામ થવાની અને કોંગ્રેસનાં નેતા ડોક્ટર અમિત નાયકનો રિપોર્ટ પોઝિટીવ, તંત્ર હરકતમાં

રાજ્યમાં કોરોનાની મહામારીનો ભરડો યથાવત રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પણ આ જીવલેણ કોરોના વાયરસનાં સંકજામાં આવ્યું છે. શહેરમાં જીવલેણ વાયરસનાં કેસોમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યા છે. આ જીવલેણ વાયરસનાં સંકજામાં શહેરનાં વધુ બે નેતાઓ આવ્યા છે. જેમાં અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થવાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું.

જીવલેણ વાયરસનાં સંકજામાં વધુ બે નેતાઓ આવ્યા

ધારાસભ્ય બલરામ થાવાણીને સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજેપીના વધુ એક ધારાસભ્ય સરકારી સારવાર છોડી એપોલોમાં પહોંચ્યા હતા.

અમદાવાદ શહેર પણ આ જીવલેણ વાયરસનાં સંકજામાં

ત્યારે બીજી તરફ કોંગ્રેસનાં વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસ નેતા ડોક્ટર અમિત નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારે અમિત નાયક સતત લોકો વચ્ચે કાર્યરત હોવાથી  કોરોના સંક્રમિત થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

અમદાવાદમાં કોરોનાનો ભરડો વધ્યો છે. આ જીવલેણ વાયરસનાં કારણે શહેરમાં પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. ત્યારે નવા વધુ 299 દર્દીઓ નોંધતા આરોગ્ય વિભાગ ફરી ચિતિત થયો છે. અત્યાર સુધી કુલ દર્દીઓનો આંકડો ગ્રામ્ય વિસ્તાર સહીત 12180 થયો છે. જ્યારે 20 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 842ના આંકડાને આંબી ગયો છે. રોજેરોજ થતાં મૃત્યુથી લોકોમાં ભયની લાગણી જન્મી છે. જ્યારે સાજા થયેલા 601 દર્દીઓને જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા અપાઈ છે. નવા નોંધાતા દર્દીઓમાં નવા પશ્ચિમ ઝોનમાં વધુ દર્દીઓ નોંધાયા છે. હોસ્પિટલોની બેદરકારી પણ રોજેરોજ સપાટી પર આવતી જાય છે.

કુલ મૃત્યુઆંક 842ના આંકડાને આંબી ગયો

  
મધ્યઝોન1084
ઉત્તરઝોન916
દક્ષિણપશ્ચિમ286
પશ્ચિમઝોન560
ઉત્તરપશ્ચિમ116
પૂર્વઝોન781
દક્ષિણઝોન617
  
કુલ4360

અમદાવાદ નવા પશ્ચિમ અને પશ્ચિમઝોનમાં સંક્રમણ જોર પકડતું જાય છે. માત્ર સેટેલાઇટના સમૃદ્ધ વિસ્તારમાં જ 20 કેસ નોંધાયા છે, જેમાંથી અગાઉ નરસિંહભાઈ જી. પટેલ નામના બિલ્ડરનું અવસાન થયું હતું તે 1 નિલગીરી બંગલોઝમાં જ તેમના કુટુંબીજનો અને સ્ટાફ મેમ્બર્સ મળીને 10 કેસ નોંધાયા છે. સત્યાગ્રહ છાવણી, સંસ્કાર ફલેટ, કલાદર્શનમાં પણ દર્દીઓ નોંધાયા છે. નવા પશ્ચિમઝોનમાં 39 અને પશ્ચિમઝોનમાં 23 કેસ નોંધાયા છે. સૌથી વધુ ઉત્તરઝોનમાં બાપુનગરના 20 સહીત 77 દર્દી નોંધાયા છે.

સરકાર અને મ્યુનિ.તંત્રએ એક તરફ માહિતી અને આંકડા છૂપાવવાના જુદા જુદા નુસ્ખા કામે લગાડયા

પૂર્વઝોનમાં અમરાઈવાડીના 13 સાથે 48 દર્દીઓ છે. જ્યારે થોડા દિવસથી આંકડા ઘટયા હતા, તે મધ્યઝોનમાં 59 કેસ નોંધાયા છે. જેમાં ખાડિયાના 14, અસારવાના 19, શાહીબાગના 12નો સમાવેશ થાય છે. મધ્યઝોનમાં રેન્ડમ ટેસ્ટીંગ કરતાં આંકડા ફરી ઉંચકાયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. આનો અર્થ એ થયો કે જો ટેસ્ટીંગ વધારવામાં આવે તો તમામ વિસ્તારોમાં આંકડા વધે તેમ છે. પરંતુ સરકારને ઉંચા આંકડાની બીક લાગતી હોવાથી ટેસ્ટીંગ ઘટાડી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે. સરકાર અને મ્યુનિ.તંત્રએ એક તરફ માહિતી અને આંકડા છૂપાવવાના જુદા જુદા નુસ્ખા કામે લગાડયા છે. તો બીજી તરફ હોસ્પિટલોની બેદરકારીના કિસ્સાઓ પણ સતત બહાર આવી રહ્યા છે. આજે કિડની હોસ્પિટલમાં કાળઝાળ ગરમી વચ્ચે બે કલાક સુધી વિજળી ગઈ હતી.

READ ALSO

Related posts

સાવધાન! એન્ડ્રોયડ યૂઝર્સ તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખજો, 21 એપ્સને લઈને ચેતવણી થઈ જાહેર

Ankita Trada

અમદાવાદના આ વિસ્તારમાં કોરોના વકર્યો, 50 સોસાયટીઓનો 10 દિવસનું સ્વંયૂભુ લોકડાઉનનો નિર્ણય, 6નાં થયાં મોત

pratik shah

BIGNEWS: કોલસા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને ત્રણ વર્ષની સજા ફટકારતી વિશેષ CBI કોર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!