GSTV

જીવલેણ કોરોનાનો કહેર વધ્યો/ નવા કેસો અને વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, અમદાવાદમાં વધુ 337 દર્દીઓ નોંધાયા અને 12ના કરૂણ મોત

કોરોના

Last Updated on November 27, 2020 by pratik shah

અમદાવાદ શહેરમાં ઘાતક કોરોનાના નવા નોંધાતા કેસોમાં અને મૃત્યુઆંકમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ વધુ ૩૩૭ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમણે સારવાર લેવાનું ચાલુ કર્યું છે. જ્યારે ૧૨ દર્દીઓએ સારવાર દરમ્યાન તેમના જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થઈ ગયેલા ૩૩૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાર્વત્રિક ચિંતાનો માહોલ ખડો થયો છે.

કોરોના

અમદાવાદમાં વધુ 337 દર્દીઓ નોંધાયા

બીજી તરફ મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કેસોની સંખ્યા ૫૦૩૫૮ના આંકડાને આંબી ગઈ છે. જે પૈકી સારવાર દરમ્યાન ૧૯૬૨ દર્દીઓના કરુણ મૃત્યું થયા છે. તેમજ ૪૦૫૧૩ લોકો કોરોનામાંથી સાજા થઈને પૂર્વવત્ કામે લાગી ગયા છે. શિયાળાનો પ્રારંભ હોવાથી શરદી- ખાંસીના કેસો પણ વધી ગયા છે. સવારના ગાળામાં ડૉમ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં ટેસ્ટ કરાવનારાઓની લાઇનો લાગે છે. દરમ્યાનમાં વિરોધાભાસી અને આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે એક્ટિવ કેસો ઘટીને ૨૭૯૯ રહી ગયા છે.

નોંધાયેલા કેસોની સંખ્યા ૫૦૩૫૮ના આંકડાને આંબી ગઈ

જ્યારે ખાનગી હૉસ્પિટલોના પ્રાઇવેટ બેડમાં જ ૨૭૮૯ દાખલ થયેલા છે શું બાકીના બેડમાં માત્ર અન્ય ૧૦ દર્દીઓ જ છે ? ખાનગી હૉસ્પિટલોના ૨૨૪૦ બેડ હતા તેમાં ૮૦૫નો વધારો કરી હાલ ૩૦૪૩ કરાયા છે, છતાં પણ સારી ગણાતી હૉસ્પિટલમાં દાખલ થવાના ફાંફા પડી જાય છે. હાલ ખાનગી હૉસ્પિટલોના આઇસીયુના ૪૩૧ પ્રાઇવેટ બેડમાં દર્દીઓ છે, માત્ર ૨૪ બેડ જ ખાલી છે, જ્યારે ૨૦૮ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે, માત્ર ૧૫ વેન્ટીલેટર જ ખાલી છે. આ આંકડાઓ જ સ્વયં સ્પષ્ટ છે કે, સ્થિતિ કેટલી ડરાવની છે.

ખાનગી હૉસ્પિટલોના આઇસીયુના ૪૩૧ પ્રાઇવેટ બેડમાં દર્દીઓ

બીજી તરફ ડિસ્ચાર્જનું પ્રમાણ વધુ હોવાથી એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૯૯ થઈ ગઈ છે જેમાંથી પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનના ૧૩૭૩ અને પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનના ૧૪૨૬ દર્દીઓનો સમાવેશ થાય છે. ઘેરબેઠા સારવાર લેતા હળવા લક્ષણોવાળા કે લક્ષણો વગરના દર્દીઓની સંખ્યા પણ ઘણી મોટી છે.

READ ALSO

READ ALSO

Related posts

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!