ગુજરાતની સરકાર સવેદનશીલતાની વાતો વચ્ચે જાણે કે સવેદનાની ખરી જરૂરિયાત વાળા લોકોને જ જાણે કે ભૂલી ગઈ હોય એવી સ્થિતિ ઉભી થઇ છે. જેમાં રાજ્ય સરકારે શ્રમિકો માટે શરુ કરેલી શ્રમિક અન્નપુર્ણા યોજના પર બ્રેક મારી દીધી છે. અને કોરોનાના કારણે રાજ્યના માત્ર ૩ જીલ્લામાં જ આ યોજના કાર્યરત છે.

કોરોનાના કારણે રાજ્યના માત્ર ૩ જીલ્લામાં જ આ યોજના કાર્યરત
રાજ્ય સરકારે વર્ષ 2017 માં રાજ્યમાં મોટા પ્રમાણમાં શ્રમિક મજુરો કામ કરે છે તે હેતુ સર શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરી હતી પરંતુ અત્યારે અનેક શહેરમાં અ યોજના હાલ પુરતી રોકી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ આ મામલે શ્રમ અને રોજગાર વિભાગ કહી રહ્યું છે કે કોરોનાના કારણે ગત ઓક્ટોબર માસથી આ યોજના હાલ પુરતી બંધ કરવામાં આવી છે. યોજના શરુ કરવામાં આવી ત્યારે સરકારે અમદાવાદ કલોલ,ગાંધીનગર રાજકોટ વડોદરા સુરત ભાવનગર ધરમપુર વાપી વલસાડ ભરૂચ અને અંકલેશ્વર આ એવા સ્થળ છે કે જ્યાં શ્રમિક વર્ગ વધારે છે જેના માટે સરકારે આ યોજના શરુ કરી હતી.
શ્રમિક વર્ગ વધારે છે જેના માટે સરકારે આ યોજના શરુ કરી

લોક ડાઉન લાગુ થતા આ યોજના સરકારે બંધ કરી હતએ બાદ ફરી એક વખત આ યોજના શરુ કરવામાં આવી હતી પરંતુ ફરી એક વખત ઓક્ટોબર માસથી આ યોજના બંધ કરી દેવામાં આવી છે આ 12 સેન્ટર પૈકી અત્યારે માત્ર આણંદ ભરૂચ અને નવસારીમાં જ આ યોજના ચાલી રહી છે બાકીના સ્થળો પર આ યોજના રોકી દેવામાં આવી છે. શરૂઆત માં 87 સેન્ટર પર આ યોજના ચાલી રહી હતી જે વધારીને સરકારે ૧૧૯ સેન્ટર કર્યા હતા પરંતુ અત્યારે માત્ર 8 જ સેન્ટર પર આ યોજના કાર્યરત છે.
87 સેન્ટર પર આ યોજના ચાલી રહી હતી
બાકીના સેન્ટર પર સરકારે બ્રેક મારેલી છે અને કારણ કોરોનાનું આપવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે બીજેપીની કોઈ પણ ઇવેન્ટ હોય કે પછી સરકારની કોઈ યોજનાનું લોકાર્પણ તેમાં સરકારને કોઈ તકલીફ થતી નથી અને કોરોના નડતો નથી પરંતુ ગરીબોને આપવામાં આવતું ભોજન મામલે સરકારને કોરોના નડી રહ્યો છે અને આવા બહાના તળે સરકારે આ યોજના પર બ્રેક મારી રાખી છે…અમદાવાદની જો વાત કરીએ તો લગભગ ૬૮ જેટલા કડિયા નાકા આવેલા છે પરંતુ સરકારે શહેરમાં 18 સ્થળ પર જ સેન્ટર ઉભા કર્યા હતા. સરકાર આ યોજના માટે ૫ સંસ્થા સાથે કરાર કર્યો હતો .

શ્રમિક અન્નપુર્ણા યોજનામાં રોટલી/થેપલા ,શાક ભાત અથાણું મરચા અને અઠવાડિયામાં એક વખત સુખડી આપવામાં આવતી હતી. જેમાં સરકારે બ્રેક મારી દેતા શ્રમિકોને ભારે હાલાકી પડી રહી છે. તો આ ભોજન માટે સરકારના અંદાજ મુજબ 29 રૂપિયાનો ખર્ચ થતો હતો જેમાં 19 રૂપિયા સરકાર ચુકવી રહી છે જયારે શ્રમિક પાસે ફાળા રૂપે ૧૦ રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ સરકારે હવે રાજ્યના લગભગ શહેરમાં આ યોજના પર બ્રેક મારી દેતા શ્રમિકોને જઠરાગ્ની નથી ઠરી રહી.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર