કોરોના મહામારીમાં ડોક્ટરોએ પણ આયુર્વેદિક ઔષધ તરીકે જેને સ્વિકારી છે તેવી આયુધ દવાનું કોરોના દર્દીઓને વિનામૂલ્યે આપવાનો યજ્ઞ જીએસટીવી દ્વારા ઉપાડાયો છે. બજારમાં 4,500 રૂપિયા ભાવમાં મળતી આ દવા જીએસટીવીના પ્રાંગણમાંથી કોરોના દર્દીઓને વિનામૂલ્યે મળી રહેશે. સોલા સિવિલ સહિતની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ પર કારગર નિવડેલી આ આયુર્વેદિક ઔષધિ દર્દીઓને વિનામૂલ્યે મળી રહેતે માટે જીએસટીવી દ્વારા આ સેવાયજ્ઞ ચાલુ કરાયો છે. આ દવા મેળવવા માટે દર્દીનો કોરોના રિપોર્ટની કોપી અને દવા લેવા આવનારનું ફોટો આઈડી પ્રૂફ ફરજીયાત રહેશે. અમદાવાદમાં કોરોના દર્દીઓને સરળતાથી મળી રહેશે. આ દવા જીએસટીવી સ્ટુડિયો નિલગીરી પ્રેસ, ઈસ્કોન મંદિરની બાજુમાં બપોરે 12.30થી 3.30 કલાક સુધી મળતી રહેશે.
કોરોના રિપોર્ટની કોપી અને દવા લેવા આવનારનું ફોટો આઈડી પ્રૂફ ફરજીયાત રહેશે

ઈમ્યુનિટી સારી જાળવી રાખવા માટે તંદુરસ્તી હોવી જરૂરી
આયુધ અકસીર દવા સાબિત થતાં કોરોના દર્દીઓની સારવાર માટે આ દવા મળી રહે તે હેતુથી જીએસટીવી દ્વારા આ પહેલ કરાઈ છે.
કોરોના મહામારી રાજ્યભરમાં વકરી છે. હાલમાં પણ કોરોનાના દરરોજ નવા 600 થી વધારે દર્દીઓ રાજ્યભરમાં નોંધાઈ રહ્યાછે. કોરોના મહામારીમાં ઘણાં હોમઆઈસોલેશનમાં પણ રહીને સારવાર મેળવી રહ્યા છે. લોકો હવે આયુર્વેદિક દવાઓ તરફ પણ વળી રહ્યા છે. કોરોના મહામારીમાં ઈમ્યુનિટી સારી જાળવી રાખવા માટે તંદુરસ્તી હોવી જરૂરી છે. કોરોના દર્દીઓની ઈમ્યુનિટી બુસ્ટ આપવા માટે આયુધ એ મહારામબાણ બની રહી છે.

સોલા સિવિલમાં 120 દર્દીઓ ઉપર ટ્રાયલ કરાઈ હતી
કોરોના મહામારીમાં આયુર્વેદિક ઈલાજ માટે આયુધનો બહોળો પ્રયોગ કરાઈ રહ્યો છે. આ દવાની દર્દીઓ ઉપર સારી અસર જોવા મળી છે. આ દવાની સોલા સિવિલમાં 120 દર્દીઓ ઉપર ટ્રાયલ કરાઈ હતી. એસવીપીમાં 60 દર્દીઓ પર અસરકારક રહી છે. રેમડેસિવીરના 6 મિલી સામે આયુધના માત્ર 2 મિલી દવા અસરકારક જણાઈ છે. આયુધની કોઈ આડઅસર પણ જોવામળી નથી.આયુર્વેદ ઔષધીનું અકલ્પનિય પરિણામ મળ્યું છે. આ દવા લીધા પછી દર્દીમાં 4 દિવસમાં સારો થવા લાગે છે. 7 દિવસમાં પેશન્ટ સંપૂર્ણ સાજો થઈ જાય છે.
અત્યાર સુધી 1.50 લાખ દર્દીઓ પર દવાનું સફળ પરિક્ષણ કરાયું
સોલા સિવિલના વડાએ પણ આ આયુર્વેદિક દવાની સ્વીકારી છે. સોલા સિવિલમાં કફ,તાવ, શ્વાસલેવાની તકલિફવાળા દર્દીઓને આયુધ દવા અપાઈ હતી. બીજા દિવસથી જ આ દવાથી રિકવરી જોવા મળી. અત્યાર સુધી 1.50 લાખ દર્દીઓ પર દવાનું સફળ પરિક્ષણ કરાયું છે.
આ હર્બલ દવાને કારણે કોરોના વાયરસના દર્દીઓ પર સારી અસર જોવા મળી છે. મેમરેનીક પ્રોટિન પર કામ કરી આયુર્વેદિક દવા તૈયાર કરાઈ છે. આયુધ સીધી રીતે કોરોના વાયરસ પર એટેક કરે છે. વાયરસનો ખાતમો કરી દર્દીને રિકવીર આપે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- નીતિન પટેલે પોતાનો ગઢ સાચવી રાખ્યો: ઉત્તર ગુજરાતની વધુ બે નગરપાલિકામાં ભગવો લહેરાયો, શંકર ચૌધરીની મહેનત રંગ લાવી
- LIVE: કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી, અભૂતપૂર્વ જીત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કમલમ પર પહોંચ્યા
- ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ, દિગ્ગજ નેતાઓના સગાસંબધીઓ ચૂંટણીમાં હાર્યા: જનતાએ આપ્યો જાકારો
- અમદાવાદમાં દેરાણી-જેઠાણી જીત્યા: આજના પરિણામમાં શાનદાર જીત મેળવી, જેઠાણીએ તો કોંગ્રેસની બેઠક આંચકી લીધી