GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોના મોતના આંકમાં અમેરિકાનો કરી રહ્યો પીછો, આ સ્થિતિ ન સુધરી તો તબાહી મચાવશે આ ચેપ

સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 63,84,596 પર પહોંચી છે. જ્યારે આ જીવલેણ કોરોના વાયરસે 3,77,803 લોકોનો ભોગ લીધો છે. અને 28,21,044 લોકો બચી ગયા છે. એક જૂનની સાંજે ત્રણ વાગે આખી દુનિયામાં કોરોના સંક્રમણથી મૃત્યુદર 11.51 હતો, ત્યારે સાજાં થવાનો દર 88.49 હતો. 53,407 લોકોની હાલત ગંભીર હતી.

સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 63,84,596 પર પહોંચી

ભારતની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં ભારતમાં 8,000થી વધારે નવા કેસ સામે આવ્યાં છે અને 216 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં સંક્રમણનો આંકડો બે લાખને આંબી ગયો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 48 ટકા અને મૃત્યુદર 2.82 ટકા છે, જે દુનિયામાં સૌથી ઓછો છે. જે દેશોમાં દર્દીઓની સંખ્યા બે લાખથી વધારે થઈ છે.

ટોચના છ દેશોની સ્થિતિ પર નજર નાંખી

  1. અમેરિકાઃ અમેરિકામાં 31 માર્ચ સુધી 1,93,353 કેસ હતા અને એક એપ્રિલ સુધી આ આંકડો 2,05,708 થઈ ગયો હતો. 1 એપ્રિલ સુધી કુલ 6,394 લોકોના મૃત્યુ થયા હતા અને કુલ 2,04,966 એક્ટિવ કેસ હતા. અમેરિકામાં અત્યારે દર્દીઓની સંખ્યા 18,59,597 હતી અને કુલ 1,06,927 લોકોના મૃત્યુ થઈ ગયા છે.
  2. બ્રાઝિલઃ બ્રાઝિલમાં 14 મેના રોજ દર્દીઓની સંખ્યા બે લાખને આંબી ગયો હતો અને 13,993 લોકોના મૃત્યુ થયા હતા. અત્યારે બ્રાઝિલમાં દર્દીઓની કુલ સંખ્યા 5 લાખને વટાવી ગઈ અને મૃત્યુઆંક 30,046 થઈ ગયો છે.
  3. રશિયાઃ રશિયામાં 10 મે સુધી દર્દીઓની સંખ્યા બે લાખના આંકડાને વટાવી ગઈ હતી અને 1,915 લોકોના મૃત્યુ થયા હતા. રશિયામાં કુલ દર્દીઓની સંખ્યા 4,23,741 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 5,037 થઈ ગયો છે.
  4. ઇટાલીઃ ઇટાલીમાં 28 એપ્રિલનાં રોજ 2,01,505 કેસ હતા, જેમાંથી 1,05,205 એક્ટિવ અને 27,359 લોકોના મૃત્યુ થયા હતા. અહીં સંક્રમિત લોકોની સંખ્યા 2,33,197 થઈ ગઈ છે અને 33,475 લોકોના મૃત્યુ થઈ ગયા છે.
  5. સ્પેનઃ સ્પેનમાં 20 એપ્રિલ સુધી સંક્રમણના કુલ કેસ 2,00,210 હતા અને 20,852 લોકોના મૃત્યુ થયા હતા. અત્યારે સ્પેનમાં કુલ દર્દીઓનો આંક 2,86,718 થઈ ગયો છે અને મૃત્યુઆંક 27,127 થઈ ગયો છે.
  6. ભારતઃ જો ભારતની વાત કરીએ, તો ભારતમાં કુલ 2,07,615 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે અને 8,909 નવા કેસ સામે આવ્યાં છે. અત્યારે કુલ 97,008 કેસ એક્ટિવ છે, 1,00,303 લોકો સાજાં થઈ ગયા છે અને 5,829 લોકોના મૃત્યુ થઈ ગયા છે.

મૃત્યુદર વચ્ચેના સંબંધની દ્રષ્ટિએ ભારત અમેરિકાની નજીક

જો આ આંકડા પર નજર નાંખીએ તો બે લાખ સંક્રમિત લોકો અને એ સમયે મૃત્યુદર વચ્ચેના સંબંધની દ્રષ્ટિએ ભારત અમેરિકાની નજીક છે. આ માપદંડને આધારે સૌથી વધુ મૃત્યુ ઇટાલીમાં થયા છે, જ્યાં સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ થઈ હતી, ત્યારે મૃત્યુઆંક 27,359 હતો.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!