GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Corona: વુહાનમાં આવી હતી તબાહીની તસ્વીર, મોત-માતમ અને યાતનાની માહિતી આપતી એક મહિલાની ડાયરી આવી સામે

Corona

ચીન (China) ના વુહાન (Wuhan) શહેરમાંથી નીકળેલો વાયરસ હાલ વિશ્વભરના દેશોને ખતમ કરી રહ્યો છે. આ વાયરસની જાણકારી આપવામાં ચીને ઉદાસિન વલણ રાખ્યું અને તેનું પરિણામ જ વિશ્વના લોકો ભોગવી રહ્યાં છે. ત્યારે એવા આરોપો લાગી રહ્યાં છે કે ચીનના કારણે દુનિયા તબાહી તરફ ધસી રહી છે. આ વચ્ચે ચીનના વુહાન શહેરમાં Coronaના કારણે થયેલા લોકડાઉન દરમિયાન એક મહિલા દ્વારા લખવામાં આવેલી એક ડાયરી (Diary) બહાર આવી છે.

મહિલાએ ડાયરીમાં પળેપળની આપી છે માહિતી

વર્ષ 2019ના ડિસેમ્બરમાં કોરોના વાયરસનો મામલો સામે આવ્યો જે બાદ 23 જાન્યુઆરીથી વુહાનમાં લોકડાઉન જાહેર કરી દીધું. આ દરમિયાન વુહાન શહેરના લોકોમાં ડર, ગુસ્સો અને આશા અંગે ફેંગ ફેંગે પોતાના શબ્દોમાં એક ડાયરી લખી. ડાયરીમાં વુહાનનું સત્ય લખવામાં આવતું હતું. ફેંગ ફેંગે મોત, માતમ અને યાતનાની પળેપળની માહિતી પોતાની ડાયરીમાં આપી છે. ડાયરીમાં લેખિકાએ વુહાન શહેરના લોકો કઈ રીતે એકબીજાના મદદ કરતા તેની વિગત ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ, જગ્યાના અભાવે દર્દીઓને પરત મોકલવા, લોકોના મોત, માસ્કની ઉણપ જેવી અનેક સમસ્યાઓ સહિત સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાના વિચારો ડાયરીમાં લખ્યા છે.

મહિલાને મળવા લાગી મોતની ધમકી

કોરોનાને કારણે વુહાનમાં જોવા મળેલી દુર્દશાને વુહાન ડાયરીમાં ટપકાવનાર ફેંગ ફેંગને પહેલાં ઘણો જ આવકાર મળ્યો પરંતુ જ્યારે ખબર પડી કે આ ડાયરી જર્મન અને ઈંગ્લિશમાં આવવાની છે તો ચીનના લોકોએ આ નાયિકાને ખલનાયિકા બનાવી દીધી અને ફેંગ ફેંગને મોતની ધમકીઓ મળવા લાગી.

Corona

એવોર્ડ વિજેતા લેખિકા ફેંગ ફેંગને હવે મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ફેંગ ફેંગનો વાંક માત્ર એટલો જ છે કે તેને તે સત્ય લોકો સામે ઉજાગર કર્યુ જેને ચીન છુપાવી રહ્યું છે કે તેવા પ્રયાસો કરી રહ્યું છે. ફેંગ ફેંગે તે વુહાન વાયરસ અંગે લખ્યું જે સમગ્ર વિશ્વમાં હાલ કાળ બનીને ત્રાટકી રહ્યો છે. ફેંગ ફેંગે વુહાનમાં 76 દિવસના લોકડાઉન દરમિયાન આ ડાયરી લખી છે.

Coronaની શરૂઆતમાં આવી હતી વુહાનની સ્થિતિ

ફેંગ ફેંગે જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે વુહાનમાં કેવી સ્થિતિ હતી, ચીન ઓથોરિટીની કરતૂત, હોસ્પિટલમાં દર્દીઓનું દુર્દશા, સ્મશાન અને કબ્રસ્તાનમાં જોવા મળતા માતમ અંગે લખ્યું છે. ફેંગ ફેંગે વુહાનની હકિકત માત્ર ડાયરીમાં નોંધી જ નહીં પરંતુ તેને ઓનલાઈન પણ કરી દીધી. જે બાદથી વિશ્વમાં બદનામી થશે તેવા ડરથી ચીન ફેંગ ફેંગની પાછળ પડી ગયું છે.

64 વર્ષની લેખિકા ફેંગ ફેંગને વર્ષ 2010માં ચીનના સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. એક બુદ્ધિજીવી પરિવારમાં જન્મલે લેખિલાનું સાચું નામ વાંગ ફાંગ છે. પરંતુ તે ફેંગ ફેંગ નામથી જ લખે છે. કેટલાંક લોકો ફેંગ ફેંગની નીડર લેખનશૈલીની સરાહના કરે છે, તો કેટલાંકે પોતાના દેશ સામે લોકો આંગળી ચીંધે અને આક્ષેપ કરે તેવા ફેંગ ફેંગ પ્રયાસો કર્યાં હોવાનું જણાવી રહ્યાં છે. જ્યારે કેટલાંકના મતે આ ડાયરી સ્થિતિનો ફાયદો ઉઠાવીને નામ અને દામ કમાવવાની માનસિકતા છે. જો કે એક વાત હકિકત છે કે ફેંગ ફેંગની વુહાન ડાયરીથી, સામ્યવાદી સરકારે છુપાવેલું સત્ય વિશ્વના લોકો સમક્ષ આવશે. એટલે જે ચીની સાપ્તાહિક કાઈકિશનની વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં ફેંગ ફેંગે આક્ષેપ કર્યા કે ચીન દ્વારા જ તેને મારી નાખવાની ધમકી મળી રહી છે.

Read Also

Related posts

ચીન સાથે તણાવની વચ્ચે ભારતે એવા હથિયારનો આપ્યો ઓર્ડર કે દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે

Mansi Patel

અમદાવાદનાં માર્ગો પર દોડતી થઈ રિક્ષા, જનજીવન ફરી થયું ધબકતું

pratik shah

નિસર્ગ વાવાઝોડું: રાજ્યમાં ત્રાટકવાની શક્યતા, સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!