GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

13.6 કરોડ લોકોની નોકરી ખાઈ જશે Corona, આટલા મહિનાઓ સુધી પાટે નહીં ચડે અર્થતંત્ર

corona

Coronavirus મહામારીને પગલે આખી દુનિયા ઝઝૂમી રહી છે. દરેક દેશની આર્થિક હાલત કોરોના(Corona) જેવી ખસ્તા થઈ ગઈ છે. આ વાયરસના પગલે બધા દેશોમાં મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. જે દેશો પર્યટન પર નિર્ભર હતા ત્યાં ખૂબ જ મોટી તકલીફ પડી છે. મોટો ઝાટકો લાગ્યો છે. દેશમાં  21 દિવસનું લોકડાઉન કરાયું છે. ઉત્તર પ્રદેશની તાજ નગરી આગ્રામાં પણ પર્યટકોથી ઉભરાતું હતું. હાલ ત્યાં પણ સન્નાટો છવાયેલો છે. ફેબ્રુઆરી 2020 પછીથી અહીં પર્યટકોની સંખ્યા ખૂબ જ ઘટી છે. કેટલીય ટ્રાવેલ એજન્સીઓએ પોતાના કર્મચારીઓને ઘરે બેસાડી દીધા છે. ટ્રાવેલ્સ  એજન્સીઓની બસો ઘરે ધૂળ ખાય છે.

સપ્ટેમ્બર મહિના સુધી નહીં આવે કોઈ પર્યટકો

ટ્રાવેલ ઓપરેટર એજન્સીના સુનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને પગલે સપ્ટેમ્બર મહિના સુધી કોઈ પર્યટકો આવવાની સંભાવના નથી. એવામાં કર્મચારીઓને 6 મહિના સુધી ઘરે બેસાડીને પગાર આપવાની નોબત આવી છે. ઘણી કંપનીઓ સેલેરી દેવાની સ્થિતિમાં નથી. આથી ઘણી કંપનીઓ કર્મચારીઓની છટણી કરશે. હાલની સ્થિતિ જોતાં લાખો લોકોની નોકરી પર ખતરો મંડાયેલો છે.

corona

નોકરીનો ભય ત્યાં સુધી વધારે છે જ્યાં લોકોને રેગ્યુલર સેલેરી મળતી નથી. દાત. પર્યટન ઉદ્યોગમાં સામેલ લોકોની કોઈ રેગ્યુલર સેલેરી નથી હોતી. ઘણાં લોકો કોન્ટ્રાક્ટ વિના કામ કરે છે. એમાં ગાઈડ પણ સામેલ છે. જેમની રોજી રોટી ઉપર ખતરો લાગેલો છે. હોટલો, દુકાનમાં કામ કરવાવાળા લોકો પણ આ ઉદ્યોગમાં સામેલ છે.

મેન્યુફેક્ચરિંગ અને પર્યટન, હોસ્પિટાલિટી ઉદ્યોગને બેઠા થતા વાર લાગશે

કોરોના વાયરસનાપ્રકોપને લીધે ઘણાં પ્રકારના મજૂર વર્ગ પર રોજગારીની મુશ્કેલી આવી શકે છે. ઈન્ડસ્ટ્રીના સંગઠન સીઆઈઆઈએ કહ્યું કે ફક્ત પર્યટન અને હોસ્પિટાલિટી સેક્ટરમાંથી જ 2 કરોડથી વધારે નોકરીઓ જશે. આ બંને સેક્ટર માંદા પડી જશે. અડધાથી વધારે પર્યટન સેક્ટરો બધ થઈ જશે. ઓક્ટોબર 2020 પછીજ ઉદ્યોગ જગતની હાલત સુધરવાની આશા છે.

આવી જ હાલત મેન્યુફેક્ચરિંગ અને નોન મેન્યુફેક્ચરિંગ જેવા બીજા સેક્ટરોમાં પણ પડી શકે છે. માગ ઓછી રહેવાને કારણે જે લોકોની નોકરી હાલમાં છે. તેના પર પણ સંકટ તોળાઈ રહ્યું છે. દેશમાં 13.6 કરોડ લોકોની નોકરી પણ જોખમ વધી ગયું છે.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!