GSTV

મહિલા પિયર બે દિવસ રોકાવા આવી, Corona પોઝિટિવ આવતા આટલા લોકો ધંધે લાગી ગયા

Corona

Last Updated on June 12, 2020 by Arohi

ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં રહેતી મહિલા મોડાસા તાલુકાના લિંભોઈ ગામેથી સાસરીમાંથી પિયરમાં આવીને બે દિવસ રોકાઈ હતી. જેના કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવતા હિંમતનગર દાલખ કરવામાં આવી હતી અને તેનું મોત થતા ખેડબ્રહ્મા ખાતે ૩૮ જેટલા વ્યક્તિઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

૭-૬-૨૦૨૦થી ૮-૬-૨૦૨૦ સુધી પીયર ખેડબ્રહ્મા રોકાયા

ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં વાલ્મીકી વાસમાં રહેતા પુનમબેન કપીલભાઈ રાઠોડ (ઉ.વ. ૩પ) ને મોડાસા તાલુકાના લિંભોઈ ગામે પરણાવી હતી તેઓ અને તેમના પતિ અમદાવાદ એરપોર્ટ ખાતે નોકરી કરતા હતા જેઓ બંને ૧૦ દિવસ અગાઉ લિંભોઈ ગામે આવ્યા હતા. તે પછી તા. ૭-૬-૨૦૨૦થી ૮-૬-૨૦૨૦ સુધી પીયર ખેડબ્રહ્મા રોકાયા હતા.

Corona

ઉધરસ આવતા ખાનગી દવાખાને ગયા હતા

જ્યાં રાત્રીના પુનમબેનને ઉધરસ આવતા ખાનગી દવાખાને ગયા હતા. ત્યાં કોરોના ના લક્ષણ દેખાતા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ કરાવ્યા બાદ કોરોનાના લક્ષણ આવતા હિંમતનગર હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જ્યાં ૯-૬-૨૦૨૦ના રાત્રીના ૧૦ વાગે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને ૧૦.૧પ કલાકે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.

કુલ ૩૮ લોકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા

જ્યાં રાત્રીના તેમનું મોત થતા તેમનાં અંતીમ સંસ્કાર હિંમતનગર ખાતે કરવામાં આવ્યા હતા. તેમના કોરોના પોઝીટીવ રીપોર્ટના કારણે ખેડબ્રહ્મા ખાતે હાઈ રીસ્ક ર૦, લો રિશ્ક ૧૬ તેમજ ર પ્રાઈવેટ દવાખાના વ્યક્તિ મળી કુલ ૩૮ લોકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમ બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. આર. ડી. ગોસ્વામી એ જણાવ્યું હતું.

Read Also

Related posts

હાડ થીજવતી ઠંડી : રાજ્યમાં કોરોના સાથે વધ્યો ઠંડીનો પ્રકોપ, નલિયામાં નોંધાયું સૌથી નીચું તાપમાન 4.8 ડિગ્રી

Dhruv Brahmbhatt

અતિ મહત્વનું! ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ના 168 અધિકારીઓની કરી બદલી

pratik shah

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું : પાટીલ સામે પનો ટૂંકો પડ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!