GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ચોમાસામાં કોરોના વકરશે, નીતિ આયોગના સભ્યએ આપી આ ચેતવણી

કોરોના

ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છર દ્વારા ફેલાતા રોગોના લક્ષણ પણ કોરોનાની જેમ જ તાવ આવવો, શરદી, ગળામાં દુખાવો, ઉલ્ટી જ છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ મચ્છરજન્ય રોગ અને સંક્રમણને લઇને ભ્રમમાં ન રહે. ટેસ્ટિંગ ચાલુ રાખીને વરસાદમાં વ્યૂહરચના બનાવીને સાવચેતી જાળવે.

Corona

ભેજવાળા વાતાવરણમાં 12 કલાક સુધી જીવીત રહે છે વિષાણુ

નીતિ આયોગના સભ્ય ડો. વી કે પૉલનું કહેવું છે કે મોનસૂનમાં ભેજના કારણે નાક અને મોંઢામાંથી નિકળતા ડ્રોપલેટ્સનો આકાર વધી જાય છે. સામાન્ય દિવસોમાં વિષાણુ કોઇ સપાટી પર છથી આઠ કલાક સુધી અને ભેજવાળા વાતાવરણમાં 12 કલાક સુધી જીવિત રહી શકે છે. કોરોનાના ફેલાવાનું મુખ્ય કારણ આ જ ડ્રોપલેટ્સ છે. હકીકતમાં 35 થી 40 ડિગ્રી સે. તાપમાનમાં કોરોના ખતમ થવાની આશા ખોટી સાબિત થઇ છે. આઇસીએમઆરના એનઆઇવી પૂના લેબમાં જ વૈજ્ઞાનિકોએ કોરોનાના અલગ-અલગ દેશોમાંથી આવેલા 17 સ્વરૂપોની ઓળખ કરવામાં આવી છે. એટલા માટે તેની કઇ અસર ગરમીમાં ખતમ થશે અને કઇ મોનસૂન અથવા ઠંડીમાં, તેના વિશે હજુ સુધી કોઇ પુરાવા મળ્યા નથી.

કોરોના

મોનસૂનના કારણે અનલોક-2માં ફેરફાર થશે નહીં

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે દેશ અનલોકના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એક જુલાઇથી નવા કેન્દ્રીય દિશા-નિર્દેશ લાગૂ થશે, પરંતુ મોનસૂનના કારણે અનલોકમાં મોટા ફેરફાર કરવામાં આવશે નહીં. શાળા, કૉલેજ તેમજ થિયેટરને બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે.

હવે દેશમાં સ્વાસ્થ્યનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થઇ રહ્યો છે

સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં ડૉક્ટર, મૂળભૂત રચના, દર્દીઓના ડૉક્યુમેન્ટ્સ અને તેમના યૂનિક આઇડી વગેરેને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્યને લગતા ડૉક્યુમેન્ટ્સ ડિજિટલ થવાથી યોજનાઓ બનાવવામાં સહાયતા મળી રહેશે. ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય સેવાઓ અને દર્દીઓને અનુરૂપ સરકાર નવી નવી યોજનાઓ પર કામ કરી શકે છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!