GSTV

સાચવજો/ તહેવારની સીઝનમાં ક્યાંક ફરી ના થઇ જાય કોરોનાની એન્ટ્રી, સરકારે જાહેર કરી આ નવી ગાઇડલાઇન

કોરોના

Last Updated on October 25, 2021 by Bansari

કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ભયાનક તબાહી મચાવ્યા બાદ હવે થમી ગઇ છે. જો કે મહામારીની ત્રીજી લહેર આવવાની આશંકા હજુ પણ છે.

‘લોકોને કોરોના વિશે જાગૃત કરો’

કોરોના વાયરસ ફરી ફાટી નીકળવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તમામ ખાનગી ટીવી ચેનલો માટે ગાઇડલાઇન(Government Latest Guideline to Private TV Channel) જારી કરી છે. આ ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે તમામ ખાનગી ટીવી ચેનલોએ લોકોને કોરોના મહામારી વિશે જાગૃત કરવા માટે કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. તેમને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે પણ પ્રોત્સાહિત કરો.

કોરોના

‘કોરોના પ્રોટોકોલ માટે પ્રોત્સાહિત કરો’

શનિવારે જારી કરાયેલી કોરોના અંગેની નવી ગાઇડલાઇન અનુસાર, ‘ખાનગી ટીવી ચેનલોને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આવા સંદેશાઓ અને અન્ય સામગ્રી પ્રસારિત કરવાની સલાહ આપવામાં આવે છે, જે લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા, સાવચેતી રાખવા, લોકોને મેળાવડા અને ભીડ વાળા સ્થાનો પર જવાથી બચવા અને પ્રતિબંધોને અનુસરવા માટે પ્રોત્સાહિત કરે .

ફરીથી ન આવે કોરોના

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, ‘દરેકના સહયોગથી ભારતે દેશમાં 100 કરોડથી વધુ કોરોના રસીકરણ લક્ષ્યાંક હાંસલ કર્યા છે. કોરોના સામે લડવામાં રસીકરણ એક મોટું હથિયાર છે. આ હોવા છતાં, આપણે સામાજિક અંતર, માસ્ક, નિયમિતપણે હાથ ધોવા જેવી બાબતોનું પાલન કરવાનું છે. જેથી કોરોના વાયરસ ફરી એટેક ન કરી શકે.

કોરોના

દેશમાં કોરોનાના 15 હજાર નવા કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના 15 હજાર 906 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 41 લાખ 75 હજાર 468 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા હવે ઘટીને 1 લાખ 72 હજાર 594 થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 54 હજાર 269 લોકોના મોત થયા છે.

Read Also

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!