GSTV

Corona ફેલાવવામાં વુહાન માર્કેટનો મોટો ફાળો, WHOએ પણ ચીન વિશે સ્વિકારી આ વાત

Corona

Last Updated on May 10, 2020 by Arohi

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને એ વાતનો સ્વિકાર કર્યો હતો કે કોરોના (Corona) ના ફેલાવામાં વુહાનના માર્કેટનો મોટો ફાળો રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન ચીન પ્રત્યે કુણી લાગણી ધરાવતું હોવાનો અને ચીન સામે કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો વારંવાર ટ્રમ્પે આક્ષેપ કર્યો છે. એ પછી આજે ઑર્ગેનાઈઝેશન તરફથી આ નિવેદન આવ્યું હતું. ચીને પણ એવી દલીલ કરી હતી કે અમારે ત્યાંથી વાઈરસ ફેલાયો જ નથી. એ દલીલ હવે ખોટી પડી રહી છે.

WHOએ Corona ફેલાવવા અંગે સ્વિકારી આ વાત

ઑર્ગેનાઈઝેશને કહ્યું હતુ કે વુહાનના માર્કેટમાંથી વાઈરસ ફેલાયો અને ત્યાં ભીડ રહેતી હોવાથી વાઈરસ વધારે વ્યાપક બન્યો. પરંતુ એ વાઈરસના ફેલાવામાં વુહાન માર્કેટનો એક્ઝેટ કેટલો રોલ છે, એ હજુ સંશોધનનો વિષય છે. ચીની પ્રજા અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ આરોગે છે અને ત્યાં તેના નિયમિત માર્કેટ ભરાય છે. આ પ્રાણીઓ દ્વારા ભૂતકાળમાં પણ કેટલાક વાઈરસ મનુષ્યમાં આવી ચૂક્યા છે.

Corona

ચીને Corona ફેલાવવા અંગે કહી આ વાત

બીજી તરફ ચીને પણ પોતાની ખામી સ્વિકારતાં કહ્યું હતું કે આરોગ્ય સિસ્ટમ સુધારવી પડશે. ચીની આરોગ્ય અધિકારી લી બીને કહ્યું હતુ કે કોરોનાને કારણે અમે ઊંઘતા ઝડપાયા. કોરોના સામે લડવા માટે ચીનની હેલ્થ સિસ્ટમ તૈયાર ન હતી. પરંતુ કોરોનામાંથી શીખ લઈને ચીન હવે સિસ્ટમ મજબૂત કરશે એવુ તેમણે કહ્યું હતું. પાકિસ્તાનમાં સતત વધતા કેસ વચ્ચે લૉકડાઉન હળવું કરી દેવાયું છે. પાકિસ્તાનમાં એક જ દિવસમાં ૧૬૩૭ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. કુલ કેસ તો ૨૭ હજારથી વધારે નોંધાયા છે.

અમેરિકામાં વ્હાઈટ હાઉસ સુધી પહોંચ્યો Corona

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષના ૩ સાંસદોએ એવી ડિમાન્ડ કરી છે, જે કે કોરોના હેઠળ જે ૧૨૦૦ ડૉલરની માસિક સહાય આપવામાં આવે છે એ પૂરતી નથી. સહાયની રકમ વધારીને ૨ હજાર ડૉલર કરવી જોઈએ. અમેરિકામાં કોરોના વ્હાઈટ હાઉસ સુધી પહોંચ્યો છે. અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન પ્લસ ઓફિસ વ્હાઈટ હાઉસમાં કાર્યરત ઈવાન્કા ટ્રમ્પના સ્ટાફરમાં કોરોના પોઝિટિવ નોંધાયો છે.

Corona

અમેરિકી વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સના પ્રેસ સેક્રેટરીને પણ Corona રિપોર્ટ પોઝિટિવ

એ ઉપરાંત અમેરિકી વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સના પ્રેસ સેક્રેટરીને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સ્ટાફરો નિયમિત રીતે પ્રમુખ, ઉપ પ્રમુખના સંપર્કમાં રહેતા હોવાથી એમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હશે કે કેમ એવી શંકા વ્યક્ત થઈ રહી છે. જોકે ટ્રમ્પે અગાઉ કહ્યું છે કે ચિંતાની જરૂર નથી, તેઓ નિયમિત ટેસ્ટ કરાવે છે. અમેરિકામાં કુલ કેસ સવા તેર લાખથી વધારે અને મૃત્યુઆંક ૭૮ હજારથી વધારે નોંધાયો છે.

સમગ્ર વિશ્વમાં Coronaના કેસની સંખ્યા 40 લાખ પાર

સમગ્ર વિશ્વમાં કેસની સંખ્યા ૪૦ લાખ ૫૦ હજારને પાર પહોંચી છે. મૃત્યુઆંક ૨.૭૭ લાખથી વધારે જ્યારે સાજા થનારાઓની સંખ્યા ૧૪ લાખથી વધારે છે. ખંડ પ્રમાણે યુરોપમાં સૌથી વધુ ૧૬ લાખ જેટલા કેસ નોંધાયા છે. યુરોપમાં સ્પેનમાં સૌથી વધુ ૨.૬૨ લાખ કેસ છે. ઉત્તર અમેરિકા ૧૪.૪૯ લાખ કેસ સાથે બીજા નંબરનો ખંડ છે. એશિયામાં હજુ સુધી સાડા છ લાખથી ઓછા કેસ નોંધાયા છે.

Read Also

Related posts

કામની વાત/ પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળી જશે નવુ કનેક્શન, આ વિશેષ સુવિધામાં સબસિડીનો લાભ પણ મળશે

Bansari

હીરા ઉદ્યોગ માથે સંકટ: વેપારીઓની મુશ્કેલીઓ વધી, કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો નોકરી છોડી વતન તરફ રવાના થયાં

Pravin Makwana

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!