GSTV

દેશમાં કોરોનાના કહેર વચ્ચે મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

મમતા

Last Updated on April 20, 2020 by

કોરોના વાયરસથી આખા ભારત અને વિશ્વમાં મુશ્કેલી પેદા થઈ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં આ બાબતે મોટો વિવાદ પેદા થયો છે. અહીં કેટલાય ડોક્ટરો અને વિપક્ષી પાર્ટીઓ દાઓવ કરી રહી છે કે રાજ્યમાં બહુ ઓછી ચકાસણી થઈ રહી છે. કારણ કે સંક્રમણ તપાસ બહુ ઓછા થઈ રહ્યા છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. રવિવારે એક પછી એક કેટલાય ટ્વિટ્સમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિભાગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું છે કે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચને તેઓને ખરાબ ટેસ્ટિંગ કીટ આપી છે. જેનાથી કોરોના ટેસ્ટિંગમાં વાર લાગી રહી છે.

દર્દીઓના ઈલાજમાં તકલીફ પડી રહી છે

જે બાબતે અત્યાર સુધી આઈસીએમઆરે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટ્વિટમાં કહેવાયું છે કે આઈસીએમઆર દ્વારા અપાયેલી ખરાબ ટેસ્ટિંગ કિટ વારંવાર ખોટું પરિણામ બતાવે છે. જે કારણે દર્દીઓના ઈલાજમાં તકલીફ પડી રહી છે. કલકત્તાના ICMR -NICED સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત ચાલું રિસર્ચ સેન્ટર છે. અ઩ે પૂર્વી ભારત વિસ્તારનું ક્ષેત્રીય રિસર્ચ ડાયગ્નોસ્ટેક લેબ પણ છે.

36 લોકોના મોત થયા

બંગાળ સ્વાસ્થ્ય વિભાગે બતાવ્યું કે કોરોનાના 310 પોઝીટીવ કેસ આવ્યા છએ. એમાં 12 લોકોના મોત થયા છે. છેલલા ત્રણ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણ સતત વધી રહ્યા છે. આ વચ્ચે NICED ના ડાયરેક્ટર ડોક્ટર શાંતા દત્તાએ કહ્યું કે આ ખૂબજ દુખદ બાબત છે કે ચોક્કસ પરિણામ આપતી કીટોને ઉપલબ્ધી નથી કરાવાઈ રહી. દરેક મેડિકલ કોલેજોને કિટોનું પૃથ્ક્કરણ કરવું મુશ્કેલ પડી રહ્યું છે. એટલા માટે તે અલગ અને અનિર્ણાયક પરિણામ દેખાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1553 કેસ નવા નોંધાયા તેમાં 36 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધી કુલ 568 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

ઘોર કળિયુગ/ 3 વર્ષથી 71 વર્ષના દાદા કરી રહ્યા હતા સગીર પૌત્રીનો રેપ, ગર્ભવતી થવા પર કરાવ્યું એબોર્શન

Harshad Patel

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!