GSTV

કોરોનાગ્રસ્ત મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરનારા કોરોના વોરિયર્સ કહેવાય કે નહીં ! જો હાં તો પછી તેમને રસી કેમ નહીં ?

Last Updated on January 29, 2021 by Pravin Makwana

કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરનારા ફ્રન્ટલાઇન યોદ્ધા આરોગ્યકર્મીઓની જેમ જ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરનારા નવસારીના વિરાવળ સ્મશાન ગૃહના ડાઘુઓને તંત્ર સન્માન આપવાથી દુર રહ્યુ છે. ત્યાં જ ફ્રન્ટ લાઇન કોરોના યોદ્ધા ન ગણી વેક્સીનથી દુર રાખતા સ્મશાન ગૃહના સંચાલકો અને ડાઘુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

શું સ્મશાનમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોને અગ્નિદાહ આપનારા લોકો કોરોના વોરિયર્સ ન ગણાય ? આ સવાલ એટલા માટે થાય છે કેમ કે, આરોગ્યકર્મીઓને ફ્રન્ટ લાઇન કોરોના યોદ્ધાઓને ગણીને પ્રથમ રસી આપવામાં આવી રહી છે. પરંતુ નવસારીના વિરાવળ સ્મશાન ગૃહના ૬ જેટલા લોકોએ દિવસ રાત જોયા વિના રોજના મોતને ભેટેલા કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહોને અગ્નિદાહ આપ્યો તેઓને તંત્રએ રસી ન આપી.

કોરોના કાળમાં કોઈપણ જાતના ડર વિના કોરોનાગ્રસ્ત મૃતદેહોને અગ્નિ દાહ આપનારા ડાઘુઓના કામની જિલ્લા આરોગ્ય વિભાગે પ્રશંસા તો કરી. પરંતુ સમગ્ર મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ ઘડવામાં આવી હોવાથી સ્મશાનભૂમિના ડાઘુઓને ચોથા ચરણમાં વેક્સીન આપવાની વાત કરી હતી. જયારે મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરતા ડાઘુઓને સન્માનિત કરવાની તૈયારી દર્શાવી છે.

કોરોનાના કપરા કાળમાં આરોગ્યકર્મીઓ સિવાય પોલીસ, આંગણવાડી વર્કરો, સરકારી વિભાગોનો સ્ટાફ, અનેક એનજીઓ, મિડીયાકર્મીઓએ સતત કાર્યરત રહી કોરોના સામે બાથ ભીડી હતી. જેમાં સ્વાભાવિક રીતે આરોગ્યકર્મીઓની કામગીરી મહત્વપૂર્ણ રહી છે. પરંતુ કોરોનામાં જીવ ગુમાવનારા દર્દીઓને અગ્નિ દાહ આપનારા ડાઘુઓની કામગીરી પણ એટલી જ જવાબદારી પૂર્વકની અને મહત્વપૂર્ણ રહી છે, ત્યારે તંત્ર દ્વારા તેમની અનદેખી ઘણા સવાલો ઉભા કરે છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!