કોરોના વાયરસની દવા અત્યાર સુધી શોધાઈ નથી. બચાવ માટે કારગત સાધન તરીકે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, ક્વારંટાઈન અથવા તો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માત્ર સાવધાની રાખવાથી કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે છે અને અન્યોને પણ બચાવી શકે છે. પણ સોશિયલ ડિસ્ટન્સ અને ક્વારંટાઈન આખરે છે શું ?
સોશિયલ ડિસ્ટન્સ
સોશિયલ ડિસ્ટન્સને સામાજીક દૂરી પણ કહેવામાં આવે છે. વાયરસના સંક્રમણને રોકવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ એ વખતે જ્યારે બીમારી મહામારી બની જાય. સોશિયલ ડિસ્ટન્સનો અર્થ છે કે ખૂદને ભીડવાળી જગ્યાથી દૂર રાખવામાં આવે. એટલે કે તમે શોપિંગ મોલ, સિનેમા ઘર, ક્લબ, શૈક્ષણિક સંસ્થાન, મેળો, પાર્ક જેવી ભરચક જગ્યાઓથી દૂર રહો. કામ વિનાનું લોકોને મળવાનું બંધ કરી દો. અને કોઈ પણ પ્રકારની મુસાફરી ન કરો.

ક્વારંટાઈનનો અર્થ શું ?
ક્વારંટાઈન સોશિયલ ડિસ્ટન્સ કેળવવાથી એક ડગલું આગળ છે. ક્વારંટાઈન ઈટાલી ભાષાનો શબ્દ છે. ઈટાલીમાં 40ની ગણતરી માટે ક્વારંટાઈન બોલવામાં આવે છે. ક્વારંટાઈનનો અર્થ થાય છે 40 દિવસનો સમય. મેડિકલ સાયન્સની ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે વિદેશથી લાવવામાં આવેલા લોકો જેમને અલગ અલગ રાખવામાં આવે. કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને હાલ ક્વોરંટાઈન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ શબ્દ અતિ પ્રચલિત બન્યો છે. આ કરવા પાછળનું કારણ એ છે કે વાયરસના સંક્રમણને રોકવામાં આવે. જ્યારે કે આઈસોલેશનનો અર્થ થાય છે ઈલાજ માટે હોસ્પિટલમાં અલગ અલગ કરવું. ક્વારંટાઈનમાં ગયેલા લોકોને કોરોનાના લક્ષણ માટે મોનિટરીંગની જરૂર પડે છે. જો કોરોનાના લક્ષણ સામે આવી ગયા તો એ વ્યક્તિને આઈસોલેટ કરવાની જરૂર પડે છે.
READ ALSO
- મહાઅભિયાન: કેવી રીતે ચાલશે રસીકરણની પ્રક્રિયા, કેટલા સમયમાં મળશે રસી?
- દરરોજ બદલાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ ચેક કરો તમારા શહેરની કિંમત
- સખત સુરક્ષાની વચ્ચે શપથ લેશે જૉ બાઈડેન, લેડી ગાગા અને જેનિફર લોપેઝ કરશે સ્પેશિયલ પર્ફોર્મ
- ગુજરાતીઓ છવાયા! રામ મંદિર માટે ગુજરાતમાં દાન અભિયાન શરૂ, હીરા કારોબારીએ આપ્યા 11 કરોડ રૂપિયા
- કોરોનાના અંતનું કાઉન્ટડાઉન શરૂ: પહેલા જ દિવસે 3 લાખ સ્વાસ્થ્ય કાર્મીનોને અપાશે રસી