GSTV

હળવાશથી ના લેતા/ કોરોના વાઇરસ લાંબો સમય આપણી સાથે જ રહેશે : WHOએ કર્યો મોટો ખુલાસો

કોરોના

Last Updated on September 29, 2021 by Bansari

દુનિયામાં કોરોનાના નવા બે લાખં કરતાંં વધારે કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૨33,૨97,307 થઇ હતી જ્યારે 3,513 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 47,73,1૨3 થયો હતો. યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 43,947,764 થઇ છે જ્યારે મરણાંક 7,09,192થયો છે.

કોરોના

કોરોના વાઇરસ લાંબા સમય સુધી પ્રસરતો રહેશે

ટેક્સાસમાં અને કેલિફોર્નિયામાં સૌથી વધારે 64,659 અને 68,944 જણાના મોત થયા હતા.ન્યુયોર્ક અને ફલોરિડામાં કુલ કોરોના મરણાંક 50 હજાર કરતાં વધી ગયો છે. ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યુયોર્કમાં સરેરાશ પાંચ હજાર કરતાં વધારે કોરોનાના નવા કેસો નોંધાયા હતા.વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ-ઇસ્ટ રિજનના રિજિયોનલ ડાયરેકટર પૂનમ ખેત્રપાલ સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના વાઇરસ લાંબા સમય સુધી પ્રસરતો રહેશે.

લાંબા ગાળે કોરોના મહામારી કોરોના રોગચાળામાં ફેરવાશે પણ તેનો આધાર સમુદાયમાં કોરોનાના ચેપ સામે પ્રતિકારકતા ચેપ દ્વારા કે કોરોનાની રસી દ્વારા કેટલી વિકસી છે તેના પર નિર્ભર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે વાઇરસના નિયંત્રણમાં રહેવાને બદલે તેના પર નિયંત્રણ મેળવવાની સ્થિતિ હાંસલ કરવી જોઇએ.

કોવેક્સિન

વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોના વાઇરસની ઉત્પત્તિની તપાસ માટે ૨0 વિજ્ઞાનીઓની ટીમને ફરી ચીન મોકલશે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે ૨0 વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે. દરમ્યાન જાપાનમાં છ મહિનામાં પહેલીવાર કોરોના ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે જેથી ચેપ ધીમો પડે તો અર્થતંત્રને ફરી વેગવાન બનાવી શકાય.

Read Also

Related posts

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!