GSTV
Home » News » કોરોના વાયરસ : ચીનની એક ભૂલથી વિશ્વની બે તૃતિયાંશથી વધુ વસતી સપડાશે , સ્પાઈસ જેટે રદ કરી દીધી સેવા

કોરોના વાયરસ : ચીનની એક ભૂલથી વિશ્વની બે તૃતિયાંશથી વધુ વસતી સપડાશે , સ્પાઈસ જેટે રદ કરી દીધી સેવા

સમગ્ર વિશ્વમાં ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે ડર વ્યાપેલો છે. આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનનાં ટોચનાં વૈજ્ઞાનિકે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જે રીતે ચીનમાં રોગથી સંક્રમિત લોકોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે તે જોતા વાયરસથી સ્થિતિ વધુ ભયંકર બની શકે છે. કોરોનાની ઝપેટમાં વિશ્વની બે તૃતિયાંશથી વધુ વસ્તી આવી શકે છે તેવો આ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. ચીનમાં વાયરસનાં ફેલાવા પર નજર રાખી રહેલાં ઇરા લોંગીની નામનાં WHO સલાહકારે આ વાત જણાવી છે. સ્પાઈસ જેટે દિલ્હીથી હોંગકોંગ જતી તમામ ફ્લાઈટો 16મીથી 29 મી સુધી રદ કરી દીધી છે. કોરોના વાયરસનો ડર એવો ફેલાયો છે કે પાયલોટ પણ ચીન જવા રાજી નથી.

તેઓએ વધુમાં કહ્યું હતું વર્તમાન સમયમાં આ વાયરસથી આશરે 60,000થી વધુ લોકો સંક્રમિત હોઈ શકે છે. ઇરા લોંગીનીએ વધુમાં જણાવ્યું હતું કે ચીનમાં હાલ લોકડાઉન જાહેર કરાઈ દેવાયું છે તેમજ લોકોને ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે.

આમ છતાં જો વાયરસ તેની સરહદોની આસપાસનાં દેશોમાં ફેલાશે તો વાયરસ રોકવાની મહેનત પાણીમાં જશે તેમજ ચીનની નિષ્ફળતા છતી થઇ શકે છે.  જાપાનમાં પ્રથમ મૃત્યુ નોંધાયું  ચીનમાં કોરોના વાયરસથી સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. બીજી તરફ તાજેતરના અહેવાલ અનુસાર જાપાનમાં પણ કોરોના વાયરસથી એક દર્દીનું મોત નીપજ્યું છે.

ચીનને હુબેઇ પ્રાંતમાં એક જ દિવસમાં આશરે 15,000 નવા કેસો અને 242 લોકોનાં મૃત્યુ નોંધાયા છે જયારે સમગ્ર ચીનમાં કુલ 63,851 મૃત્યુ અને 1380 મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત 1716 જેટલા મેડિકલ સ્ટાફને પણ કોરોના વાયરસની અસર છે.અત્રે નોંધનીય છે કે હુબેઇ પ્રાંત કોરોના વાયરસનું ઉદ્દભવસ્થાન ગણાઈ રહ્યું છે.

કોરોના વાયરસ ચીનના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં ફેલાયો હતો. એક અહેવાલ મુજબ આ માર્કેટમાં અનેક પ્રકારના પ્રાણીઓનું વેચાણ થાય છે. આમાં પેંગોલિન, મોર, સાપ, હરણ, ખિસકોલી, શિયાળ, દેડકા, કાચબા, મગરો, બતક, ચામાચીડિયા જેવા પ્રાણીઓ શામેલ હતા.

Related posts

બંગાળના IAS એ વેલેન્ટાઈન ડેને બનાવ્યો યાદગાર, સમય ન મળતા ઓફિસમાં જ IPS ગર્લફ્રેન્ડ સાથે લીધા સાત ફેરા

Ankita Trada

ચીનની કરન્સી પર પણ Coronavirusની ઈફેક્ટ, 84,000 કરોડ નોટ નષ્ટ કરવાનો આદેશ

Mansi Patel

આ બાઈકના કારણે ટ્રમ્પ ભારતથી છે નારાજ, મોદી સરકાર મનાવવા ભરશે આ પગલા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!