GSTV
India News ટોપ સ્ટોરી

ચિંતા વધી/ ચીન-યુરોપમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, ભારતમાં ચોથી લહેરની નિષ્ણાતોની ચેતવણી

ઓમિક્રોન

ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાં પ્રમાણે દેશમાં એક દિવસમાં ૨૦૭૫ નવા કેસ નોંધાયા હતા. ૭૧નાં મોત થયા હતા. એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૮૦૨ છે.

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાતો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ૫૦થી વધુ મ્યુટેશન્સ આવી ચૂક્યા છે. તેનાથી જગતમાં હાહાકાર મચી ગયો છે. નવેમ્બર-૨૦૨૧માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તે ઝડપભેર ફેલાતો હોવાથી અનેક દેશોમાં કોરોનાના કેસ વધ્યા હતા.જોકે, વેક્સિનેશનના કારણે એ વેરિઅન્ટ એટલો ઘાતક સાબિત થયો ન હતો તે રાહતની વાત હતી.

દરમિયાન સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૨૦૭૫ કેસ નોંધાયા હતા. વધુ ૭૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૫૧૬૩૫૨ થયો હતો. એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૮૦૨ છે. એક દિવસમાં દેશભરમાં ૩.૭૦ લાખ સેમ્પલ ટેસ્ટ થયા હતા.

કોરોના

બે કરોડ લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે. કુલ ૧૮૧ કરોડ ડોઝ અપાયા છે.

એમાંથી ૮૧ કરોડ લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. ૯૭ કરોડ જેટલા લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે.

Read Also

Related posts

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત

Nakulsinh Gohil
GSTV