GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ વડોદરાની આ હોસ્પિટલમાં 36 નર્સ અને 18 ડોક્ટરો કોરોનાથી થયા સંક્રમિત, 700 દર્દીઓની ચાલી રહી છે સારવાર

Last Updated on May 7, 2021 by Damini Patel

વડોદરા શહેરની બે સરકારી હોસ્પિટલ પૈકી ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના થઈ રહેલા ધસારા વચ્ચે અહીંયા ફરજ બજાવી રહેલા ડોકટરો અને નર્સો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે અહીંયા ફરજ બજાવતી ૩૬ નર્સો હાલમાં કોરોનાથી સંક્રમિત છે અને તેમને હોમ ક્વોરેન્ટાઈન થવાની ફરજ પડી છે. બીજી તરફ અહીંયા ફરજ બજાવતા ડોકટરો, રેસિડેન્ટ ડોકટર અને એમબીબીએસના વિદ્યાર્થીઓમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યુ છે. અત્યાર સુધીમાં આવા ૧૮ ડોકટર અને મેડિકલ સ્ટુડન્ટસ કોરોનાથી સંક્રમિત થયા છે.

600-700 દર્દીઓની સારવાર ચાલુ

કોવિડ

ગોત્રી હોસ્પિટલમાં હાલમાં ૬૦૦થી ૭૦૦ કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યારે મેન પાવરની પણ અછત જોવા મળી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, હાલમાં અહીંયા ૧૨૫ જેટલા મેડિકલ કોલેજના અધ્યાપકો કમ ડોકટર અને બીજી ૬૦ જેટલા રેસિડેન્ટ ડોકટર એમ ૧૮૫ ડોકટર સારવાર કરી રહ્યા છે. જેઓ ત્રણ શિફ્ટમાં ફરજ બજાવે છે. આ ઉપરાંત બીજા ૧૨૦ મેડિકલ સ્ટુડન્ટસની મદદ લેવાઈ રહી છે.

આમ એક શિફ્ટમાં ૬૦ જેટલા ડોકટરોએ ૬૦૦થી ૭૦૦ દર્દીઓની દેખભાળ કરવાની આવે છે. ખરેખર તો આટલી દર્દીઓ માટે બીજા ૧૫૦ જેટલા ડોકટરોની જરુર છે. ગોત્રી મેડિકલ કોલેજમાં પીજીની બેઠકો ઓછી હોવાથી રેસિડેન્ટ ડોકટરોની સંખ્યા પણ એટલી વધારે નથી અને તેના કારણે અહીંયા ડોકટરોની સંખ્યા જરુરિયાત કરતા ઓછી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!