GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

કોરોનાનો કહેર: યુએસમાં બ્રાઝિલનાં નાગરિકોનો પ્રવેશ નિષેધ, પાડોશી દેશ નેપાળ- ચીનમાં વાયરસનો ભરડો વધ્યો

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે તેની ઘાતક અસર અમેરીકા પર વર્તાઈ છે. આ દરમ્યાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેલે મેકએનીએ જણાવ્યું હતું કે બ્રાઝિલથી યુએસમાં પ્રવાસ કરવા માગતા લોકો પર ગુરૂવારથી અમલમાં આવે તે રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આપણાં દેશના રક્ષણ માટે પ્રમુખ ટ્રમ્પે આ પગલું ભર્યું છે. ટ્રમ્પે આ અગાઉ યુકે,યુરોપ અને ચીનથી અમેરિકામાં પ્રવેશ પર પ્રતિંબધ પહેલા લગાવ્યો છે, જો કે આ પ્રતિબંધ અમેરિકન નાગરિકો અને કાનુની રીતે કાયમી રહેવાસીઓને લાગુ પડતો નથી. જે વિદેશીઓ યુએસ આવવાના ૧૪ દિવસ પૂર્વે બ્રાઝિલમાં હોય તેમને આ પ્રતિબંધ લાગુ પડે છે. દરમ્યાન ગ્રીસમાં સમર હોલીડે સિઝનને ત્રણ સપ્તાહ વહેલી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નવા પેસેન્જરોની સંખ્યાની મર્યાદા સાથે ફેરી સવસ શરૂ કરવા સાથે ગ્રીસમાં હવે કાફે અને રેસ્ટોરાં પણ શરૂ કરવામાં આવશે.

ઘાતક અસર અમેરીકા પર વર્તાઈ

ગ્રીક ઇકોનોમીનો દસ ટકા હિસ્સો પ્રવાસન પર નિર્ભર છે, ગ્રીસ દ્વારા તેના પ્રવાસનક્ષેત્રને વેગ આપવા માટે એજીયન ટાપુઓ પર ફેરી સવસ ફરી શરૂ કરવામાં આવી હતી તો જાપાનના વડા પ્રધાન શિંજો અબેએ ટોકિયોમાં અને અન્ય ચાર વિસ્તારોમાં કોરોના વાઇરસને લગતી ઇમરજન્સીને ઉઠાવી લીધી હતી પણ તેમણે જાપાનીઓને ચેતવ્યા હતા કે આ કોરોના મહામારીનો અંત નથી. જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી સાવચેતી રાખવી અને ઇકોનોમીને પણ કાર્યરત રાખવી તે ધ્યેય છે.

ટ્રમ્પે આ અગાઉ યુકે,યુરોપ અને ચીનથી અમેરિકામાં પ્રવેશ પર પ્રતિંબધ

ન્યુ યોર્કમાં મેમોરિયલ ડેની ઉજવણી કોરોના મહામારીને પગલે નાના પાયે કરવામાં આવી હતી. કિંગ્સ કાઉન્ટીના ધ યુનાઇટેડ મિલિટરી વેટરન્સના ચેરમેન રેમન્ડ આલ્બ્યુએ જણાવ્યું હતું કે લોકોના જીવને જોખમમાં મુકવાનું કોઇ કારણ નથી. અમેરિકામાં મહામારીમાં મરનારાઓમાં વેટરન્સની સંખ્યા પણ મોટી છે. સ્પેનમાં માડ્રીડ અને બાર્સેલોનામાં મોટાભાગની સેવાઓ બહાલ થઇ ગઇ છે. કાફે અને રેસ્ટોરાંઓ ખુલી ગયા છે. લોકોને લગ્ન કરવાની તથા જાહેરમાં જેટલું ફરવું હોય તેટલું ફરવાની પણ છૂટ આપવામાં આવી છે. લોકોને બીચ પર ફરવા જવાની પણ છૂટ આપવામાં આવી છે. ચેક પ્રજાસત્તાકમાં પણ બાર અને રેસ્ટોરાં ખુલી ગયા છે. જાહેર સ્વિમિંગ પુલ, ફીટનેસ સેન્ટર અને સોઉનાની સેવાઓ પણ હવે ઉપલબ્ધ છે.

યુએસમાં બ્રાઝિલનાં નાગરિકોનો પ્રવેશ નિષેધ

રશિયામાં પણ કોરોનાના કેસ ભયજનક હદે વધી રહ્યા છે. હવે તે ત્રીજા ક્રમનો સૌથી વધારે દરદીઓ ધરાવતો દેશ બની ગયો છે. દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં કોરોનાના દરદીઓની સંખ્યા ઘટવાને પગલે ક્વિન્સ લેન્ડમાં શાળાઓ ફરી શરૂ દેવામાં આવી છે. નવા કેસોમાં ૨૬ કેસ રાઉતાહટ જિલ્લામાં નોંધાયા છે. ૨૩ કેસ બારા જિલ્લામાં નોંધાયા છે. કોરોનાના કારણે નેપાળમાં ૨ જુન સુધી લોકડાઉન અમલમાં છે. કાઠમંડુને હવે ચોતરફથી સિલ કરી દેવામાં આવ્યું છે.ચીનમાં નવા ૫૧ નવા કેસ નોંધાયા છે. જેમાથી ૪૦ કેસમાં કોરોનાના લક્ષણો મોજૂદ નથી. આ કેસો મોટાભાગે વુહાનમાંથી નોંધાયા છે.

ચેક પ્રજાસત્તાકમાં પણ બાર અને રેસ્ટોરાં ખુલી ગયા

નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે અગિયાર નવા કેસ બહારના છે. જેમાંથી દસ મોંગોલિયાના અને એક સીચુઆન પ્રાંતમાં નોંધાયો છે. ૪૦ નવા કેસોમાંથી ૩૮ કેસો તો વુહાનમાં નોંધાયા છે. દરમ્યાન વુહાનમાં ૧૪ અને ૨૩ મેના સમયગાળામા ૬ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શનિવારે ૧.૧૫ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સરકારી ન્યુસ એજન્સીએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

CA પરીક્ષા : મે 2020ની પરીક્ષા રદ, હવે આ મહિનામાં અરજી વખતે ફી થશે માફ

Dilip Patel

જહાજ ઉડાવી શકે છે એવી ચીનની ધમકી સામે અમેરિકાએ બે યુદ્ધ જહાજ ડ્રેગન સામે મૂકી દીધા, હવે ઉડાડી બતાવો

Dilip Patel

સુરત BRTS બસ સ્ટોપમાં આગની ઘટના, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને લીધી કાબુમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!