GSTV

ટ્રાયલ શરુ/ દુનિયામાં આવી રહી છે કોરોનાની સુપર વેક્સિન, ના વેરિયન્ટની ઝંઝટ, ના મહામારીનો રહેશે ભય

Last Updated on June 23, 2021 by Harshad Patel

કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી દુનિયા હવે જુદા જુદા વેરિયન્ટથી હેરાન છે. જુદા જુદા દેશોમાં કોરોનાના કેટલાય વેરિયન્ટ સામે આવી રહ્યા છે. જે ચિંતા વધારી રહ્યા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એવી વેક્સિન બનાવવા પર કામ કરી રહ્યા છે જે દરેક પ્રકારના વેરિયન્ટ પર કારગર સાબિત થશે. સાથે જ ભવિષ્યમાં આવનારી એવી કોઈ પણ મહામારીને રોકવામાં મદદરૂપ થશે.

કોરોના વાયરસના અન્ય તમામ વેરિયન્ટ પર અસર કરશે

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ વૈજ્ઞાનિકોએ એક એવી વેક્સિન બનાવી છે, જે કોવિડ19 ઉપરાંત કોરોના વાયરસના અન્ય તમામ વેરિયન્ટ પર અસર કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં તેનો ટ્રાયલ ઉંદરડા ઉપર કરવામાં આવ્યો છે.

અત્યારથી જ દરેક પ્રકારની તૈયારીઓ કરવી પડશે

અમેરિકાના નોર્થ કેરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અત્યારથી જ તેના પર રિસર્ચ શરૂ કરી દીધું છે. વૈજ્ઞાનિકો અનુસાર કોઈને ખબર નથી કે ક્યો વાયરસ આગળની મહામારી પેદા કરી દે. એવામાં અત્યારથી જ દરેક પ્રકારની તૈયારીઓ કરવી પડશે. કોરોનાના કોઈપણ વેરિયન્ટથી ભવિષ્યમાં આવનારી મહામારીના ભયને દૂર કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા એક વેક્સિન બનાવાઈ છે. જે કોરના વાયરસમાં હાલ તમામ વેરિયન્ટ ઉપરાંત અન્ય તમામ વેરિયન્ટ પર અસર કરે છે. જે જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાવાની સંભાવના છે.

આ ફેમિલીના બે વેરિયન્ટે છેલ્લા બે દશકામાં તબાહી મચાવી

અભ્યાસમાં એને સેકન્ડ જનરેશન વેક્સિન બતાવી છે. જે sarbecoviruses પર હુમલો કરે છે. sarbecoviruses કોરોના વાયરસ ફેમિલીનો હિસ્સો છે. આ ફેમિલીના બે વેરિયન્ટે છેલ્લા બે દશકામાં તબાહી મચાવી છે. પહેલા સાર્સ અને પછી કોવિડ19
જે વૈજ્ઞાનિકોની ટીમ આ મિશન પર કામ કરી રહી છે તેમાં mRNA તરીકે અપનાવ્યા છે. આ ઉપયોગ ફાઈઝર અને મોડર્નાની હાલની વેક્સિન ડેવલપ કરવા અપનાવ્યું હતું. જોકે યુનિવર્સલ વેક્સિન આ રીતે તમામ પ્રકારના કોરોના વાયરસને માત આપી શકે છે.

સાઉથ આફ્રિકામાં જોવા મળેલા b.1.351 જેવા વેરિયન્ટ પણ શામેલ

ઉંદર પર આ વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવ્યો છે. ત્યારે વેક્સિને કેટલીય એવી એન્ટિબોડી ડેવલપ કરી જે કેટલા સ્પાઈક પ્રોટીનનો સામનો કરી શકે છે. એમાં સાઉથ આફ્રિકામાં જોવા મળેલા b.1.351 જેવા વેરિયન્ટ પણ શામેલ છે.

આ વેક્સિનમાં કોઈ પ્રકારના આઉટબ્રેકને રોકવાની તાકાત હશે

અભ્યાસમાં બતાવાયું છે કે આ વેક્સિનમાં કોઈ પ્રકારના આઉટબ્રેકને રોકવાની તાકાત હશે. જે ઊંદરોના ટ્રાયલ દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો, તે સાર્સ-કોવ અે કોરોનાના અન્ય વેરિયન્ટથી પીડિત હતા. અત્યારે એમાં ટેસ્ટિંગ ચાલુ છે અને જો બધું સમુસુતરું રહ્યું તો આવતા વર્ષે મનુષ્ય પર ટ્રાયલ થઈ શકે છે.

અમે યુનિવર્સલ વેક્સિનને બનાવી શકીએ

રિસર્ચર્સનું કહેવું છે કે અમારો પ્લાન અત્યારે કામ કરી રહ્યો છે. જો તે પ્રોપર ચાલ્યો તો અમે યુનિવર્સલ વેક્સિનને બનાવી શકીએ છીએ. અને આ કોરોના ફેમિલીની ત્રીજી મહામારીથી પહેલા દુનિયામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!