GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

ગુજરાતમાં વધતો જતો કોરોનાનો ખતરો, અત્યાર સુધીમાં ત્રણ દર્દીઓનાં મોત

corona

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે રાજ્યમાં ત્રીજા વ્યક્તિનું મૃત્યું થયું છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પ્રવેશેલા કોરોના વાયરસને કારણે ગઈ કાલે અમદાવાદમાં 85 વર્ષના વૃદ્ધાના મૃત્યુ બાદ આજે વધુ એક વ્યક્તિનું મોત થયું છે.

તખ્તસિંહજી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર

ગુજરાતમાં કોરોનાને કારણે પહેલા સુરત, અમદાવાદ અને હવે ભાવનગરમાં પણ કોરોના વાયરસને કારણે એક વૃદ્ધે પોતાની ઝિંદગી ગુમાવી છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 44 પર પહોચી છે. રાજકોટમાં પણ વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 70 દર્દીનું કોરોનાને કારણે મૃત્યું થયું છે. આ દર્દી બ્લડ પ્રેશર અને અન્ય તાવ સહિતના રોગોથી પીડીત હતા. બિમારીની સારવાર દરમિયાન જ તેમને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. આ રીપોર્ટ પહેલા જ તેમનું નિધન થયુ હતું. રિપોર્ટ આવ્યો ત્યારે આ વૃદ્ધનું મોત કોરોના વાયરસને કારણે જ થયુ હોવાનું ખુલ્યુ હતું. આ પહેલા સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસને કારણે દર્દીનું મોત થયુ હતું. તેઓ સર ટી હોસ્પિટલમાં 14 દિવસથી ક્વોરોન્ટાઇન હતા અને તે દિલ્હીથી પ્રવાસ કરી ભાવનગર આવ્યા હતા.

ગુજરાતમાં કોરોનાનો પગપેસારો

ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો. રાજ્યમાં ચોવીસ કલાકમાં જ કોરોનાથી બે દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 3 થયો છે. સાથે જ કુલ 44 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના મુદ્દે હાલની સ્થિતિ અંગે માહિતી આપી. બુધવારે અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયા બાદ આજે સવારે ભાવનગરમાં કોરોનાને કારણે એક મોત નિપજ્યું. ભાવનગરમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તેમને 24 તારીખે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં સુરત, અમદાવાદ અને ભાવનગર એમ ત્રણેય શહેરોમાં એક-એક દર્દીના મોત નિપજ્યા છે. બીજી તરફ ગુજરાતના કુલ 43 કેસ અંતર્ગત અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે. જ્યારે કે વડોદરામાં 8 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, સુરતમાં 7 કેસ, રાજકોટમાં 5 કેસ તેમજ કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

રાજકોટમાં પોઝીટીવ કેસની સંખ્યા 5 થઈ

રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ સામે આવ્યો છે. આ સાથે જ રાજકોટમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા પાંચ પર પહોંચી છે. આજે રાજકોટના કુલ 13 કેસના રિપોર્ટમાં 12 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યાં, જ્યારે 1 કેસ પોઝિટીવ આવ્યો. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 44 પર પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં અનલોક 1 વચ્ચે કોરોનાને પણ મળી ગઈ છૂટછાટ, અત્યાર સુધીનો 485 પોઝીટીવ સાથે બનાવી દીધો નવો રેકોર્ડ

Harshad Patel

રાજ્યમાં મેમાં 300 પ્લસ અને જૂનમાં 400 પ્લસની કોરોનાએ પકડી ઝડપ, અમદાવાદ 13 હજારને પાર

Harshad Patel

શહેરની આ પ્રખ્યાત હોસ્પિટલને AMCએ ફટકારી નોટીસ, જાણો શું હતો મામલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!