GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને લઈને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, કોરોનાના દર્દીઓને મળશે આ લાભ

એઈમ્સ

કોરોના વાયરસની તપાસને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, 50 કરોડ લોકોની તપાસ અને ઈલાજ આયુષ્યમાન ભારત દ્વારા કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

ફત કોરોનાની તપાસ અને ઉપચાર કરાવી શકશે

સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કર્યું, 50 કરોડથી વધારે ગરીબ અને કમજોર નાગરિક આયુષ્યમાન ભારત હેઠળ મફત કોરોનાની તપાસ અને ઉપચાર કરાવી શકશે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પરિક્ષણ અને નામિત હોસ્પિટલોમાં ઉપચાર હવે ભારતભરમાં આયુષ્યમાન લાભાર્થીઓ માટે મફત કરવામા આવ્યો છે.

કોવિડ 19 સ્વાસ્થ્ય વીમા પોલિસી આપી

સરકારના આ આદેશ બાદ કોરોનાની તપાસ અને ઈલાજ માટે પ્રાઈવેટ હોસ્પિટલની સંખ્યા પણ વધી શકે છે. પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી થવાના કારણે કોવિડ 19 રોગીયોની સારશંભાળમાં વૃદ્ધી ખશે. માનવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ હેલ્થ ઈશ્યોરન્સ અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈશ્યોરન્સ સહિત કેટલીક પ્રાઈવેટ સ્વાસ્થ્ય વીમા કંપનીએ ઉઠાવેલા પગલાના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનિય છે કે આ કંપનીઓએ તેના ગ્રાહકોને કોવિડ 19 સ્વાસ્થ્ય વીમા પોલિસી આપી છે.

મધ્ય પ્રદેશમાં ત્રણ લોકોના મોત

તો બીજ તરફ કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. આજે મહારાષ્ટ્રમાં 47, ઉત્તર પ્રદેશમાં 25, રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10, મધ્ય પ્રદેશમાં 6 અને ગોવામાં એક નવો કેસ સામે આવ્યો છે. તો બીજી તરફ રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુમાં એક- એક અને મધ્ય પ્રદેશમાં ત્રણ લોકોના મોત થયા છે.

68 લોકોના મોત

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં કોરોના વાયરસ પોઝિટિવની સંખ્યા વધીને 2902 થઈ ગઈ છે. તેમાથી 2650 સક્રિય છે જેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. તો 183 લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 68 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ: મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, વાતાવરણમાં પ્રસરી ઠંડક

pratik shah

મહારાષ્ટ્રમાં કોરોનાની રફતાર યથાવત: 2560 પોઝિટિવ કેસ, કુલ દર્દીઓની સંખ્યા આજે 75 હજારને વટાવી જશે

Bansari

અમદાવાદ: AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, રિવરફ્રન્ટ હાઉસ ખાતે મહત્વનાં મુદ્દાઓ પર થશે ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!