GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

લોકડાઉન સમયે જાન કાઢનારા યુગલ વિરૂદ્ધ પોલીસે એવી કાર્યવાહી કરી કે ફર્સ્ટ નાઈટ હવે જેલમાં

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે. પાર્ટી, લગ્ન અને લોકોના એકઠા થવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આમ છતાં કેટલાક લોકો કોરોના વાયરસની સ્થિતિને ગંભીર રીતે નથી લઈ રહ્યાં. આવી જ એક ઘટનામાં પોલીસે ગુરદાસપુરથી આવી રહેલી એક જાનને અટકાવી દીધી હતી. જેમાં વર-વધુ સહિત 20 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

ટાંડા પોલીસે જાનને એ સમયે રોકી જ્યારે લોકડાઉન દરમ્યાન તેઓ લગ્ન કરી પરત ફરી રહ્યાં હતા. આ જાન ગુરદાસપુરથી હોશિયારપુર થઈને લુધિયાણા જઈ રહી હતી. એ સમયે વરરાજાની કાર દુલ્હનને લઈ પરત આવી રહી હતી. તેમની સાથે પાંચ વધુ ગાડીઓનો કાફલો હતો. આ સિવાય કુલ 20 લોકો હતા જે જાનમાં સામેલ હતા. દેશમાં લાગેલા કરફ્યૂ બાદ હોશિયારપૂરની ટાંડા પોલીસ દરેક જગ્યાએ સાવધાની રાખી રહી છે. ત્યારે પોલીસે વર-વધુના કાફલાને આવતા જોયો તો રસ્તામાં જ રોકી લીધો.

એ પછી પોલીસે સરકારના આદેશોનું ઉલ્લંઘનનો કેસ દાખલ કરી વર-વધુ સહિત 20 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું કે જાનમાં સામેલ થયેલ તમામ લોકો અને નવવિવાહિત યુગલ વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. સાથે જ આ ઘટનાની તપાસ પણ કરવામાં આવશે.

મહત્વનું છે કે લોકડાઊન દરમિયાન કોઈના પણ ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે. સાથે જ તમામ સામૂહિક કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રશાસન દ્રારા લગ્ન સમારંભ પર પણ રોક લગાવી દેવાનું નક્કી કર્યું છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. આમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યાં છે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!