મહારાષ્ટ્રમાં કોરોનાની આફત ફરીથી વધી રહી છે. ઉદ્ધવ સરકારે કોરોનાના વધતા કેસનો ધ્યાનમાં રાખી કડક સૂચનાઓ આપી છે. આ વચ્ચે પુણેમાં એક VVIP લગ્ન સમારોહમાં જરૂરતથી વધુ લોકોને એકઠા થવા પર કેસ નોંધાયો છે. આ લગ્ન સમારોહમાં પૂર્વ સાંસદ ધનંજય મહાડિકનું નામ અહીં હતું. તેમના દિરકાની લગ્નમાં VVIP વગર માસ્કના નજર આવ્યા હતા. તેમાં મુખ્યમંત્રી અને મંત્રી પણ સામેલ હતા.

કોરોનાના નિયમોના ઉલ્લંઘન કરવા પર બીજેપીના પૂર્વ સાંસદ ઘનંજય મહાડિક, લક્ષ્મી લોન્જના માલિક વિવ્ક મગર અને મેનેજર નિરુપલા કેદાર વિરુદ્ધ હડપસર પોલિસ સ્ટેશનમાં મામલો નોંધવામાં આવ્યો છે. આ જાણકારી વરિષ્ઠ પોલિસ નિરિક્ષક બાલકૃષ્ણ કદમે આપી. જણાવાઈ રહ્યુ છે કે, આ લગ્ન પ્રસંગમાં પ્રમુખ શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત અને પૂર્વ CM ફડણવીસ પણ પહોંચ્યા હતા.
રવિવારે બીજેપીના પૂર્વ સાંસદના દીકરાના લગ્ન હતા. આ દિવસે સાંજે 7 વાગ્યે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોનાને લઇ રાજ્યના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. સીએમએ માસ્ક લગાવવાની કડક સૂચના આપી હતી, પરંતુ લગ્નમાં નેતા જ નિયમના ધજીયા ઉડાવતા જોવા મળ્યા.
મહારાષ્ટ્ર સરકારની તમામ બેઠકો થશે ઓનલાઈન
CMએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોના પર નિયંત્રણને લઈને અમારી પૂરી તૈયારી છે. પરંતુ લોકોએ પણ સતર્ક રહેવું પડશે. લોકો માસ્ક નહીં પહેરે તો લોકડાઉન કરવું પડશે. હાલમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી સોમવારે સરકારી મીટિંગ્સ, ધાર્મિક સભાઓ, રાજનિતિક રેલીઓ પર રોક લગાવવામાં આવી રહી છે.

CMએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પણ તમામ બેઠકો ઓનલાઈન થશે. કોરોનાના પ્રસારને રોકવા માટે આહામી 8 દિવસ ખુબ જરૂરી છે. 8 થી 15 દિવસમાં જાણ થઈ જશે કે શું આ કોરોનાનો બીજો રાઉન્ડ છે. CMએ કહ્યું કે, અમે કોઈ પણ સિંગલ મશીનરી પર વધુ ભાર આપી શકતા નથી. આપણે જવાબદારી લેવી પડશે. અમે અક નવા કેમ્પેનની શરૂઆત કરી રહ્યા છીએ ‘I AM RESPONSIBLE’. સીએમએ કહ્યું કે મને ખબર છે કે લોકો આ પ્રતિબંધને પસંદ કરતા નથી. પરંતુ આપણને કડક નિયમોની જરૂરત છે.
READ ALSO
- OTP જેવા SMS મેળવવામાં યુઝર્સને આવી રહી છે મુશ્કેલી!! ટેલિકોમ કંપનીઓએ લાગુ કર્યા નવા નિયમ
- રોકાણની તક/ FDમાં સૌથી વધારે ક્યાં મળી રહ્યું છે વ્યાજ : SBI, HDFC, ICICI અને બેન્ક ઓફ બરોડામાં આ છે વ્યાજદર, આ બેન્કમાં સૌથી વધુ લાભ
- ખટરાગમાં ગળપણ! બંગાળ વિધાનસભા જંગ: તીખાશ અને કડવાશ ભર્યા સંગ્રામમાં મીઠાશ ફેલાવી રહી છે ‘મોદી-દીદી’ મીઠાઈ
- ખાસ વાંચો / જો તમારી ટ્રેનની ટિકિટ પર લખ્યો છે આ કોડ તો જ કંફર્મ થશે તમારી સીટ!, આ રીતે કરી લો ચેક
- મહિલા પર સાસરી પક્ષ દ્વારા કરવામાં આવેલી હિંસા માટે જવાબદાર પતિ, ભલે હિંસા સંબંધીઓએ કરી હોય : સુપ્રીમ કોર્ટ