GSTV

રાજ્યના 80 ટકા Corona ના સક્રિય કેસો અમદાવાદમાં, ગુજરાત થયું 9 હજારને પાર

કોરોના

ગુજરાતમાં ભલે Corona ને લઈને પરિસ્થિતિ સુધરી હોવાની વાતો થતી હોય પરંતુ કોઈ જાતનો ફેર પડ્યો નથી એવું છેલ્લા 15 દિવસની સ્થિતિ જોતા થઈ છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં Corona ના 300 પ્લસ કેસ જ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 5,500 કેસ નોંધાયા એ પણ હકિકત છે. એ સાથે છેલ્લા 15 દિવસમાં મોતની સંખ્યા પણ 385 થઈ છે. ગુજરાતમાં આ આંક જ બતાવે છે પરિસ્થિતમાં કોઈ જાતનો સુધાર જોવા મળ્યો નથી. રાજ્યમાં સૌથી વધુ Corona નાકેસ 5 મેના રોજ 441 કેસ નોંધાયા હતા. મોતની સંખ્યા પણ એ દિવસે જ સૌથી વધુ એટલે કે 49 લોકો કોરોના સામે હારી ગયા હતા. ગુજરાતમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાય છે. અમદાવાદમાં Corona પોઝીટીવ કેસો 6645 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં 4102 કેસ નોંધાયા છે. તો 318 લોકોના મોત પણ છેલ્લા 15 દિવસમાં થયા છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેસના 72 ટકા કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા છે.

કોરોના કેસની વિગત

  • છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં Corona ના 5,500 તો અમદાવાદમાં 4100 કેસ નોંધાયા
  • દરરોજ 300થી વધુ નોંધાતા કેસ, 72 ટકા ફક્ત અમદાવાદમાં નોંધાયા
  • રાજ્યમાં હજુ પણ 5140 લોકોમાં Corona સક્રિય
  • અમદાવાદમાં કુલ 2112 લોકોના ડિસ્ચાર્જ, હજુ પણ 4087 કેસ એક્ટિવ

રાજ્યમાં હજુ પણ 4087 કેસ એક્ટિવ

અમદાવાદમાં અત્યાર સુધી 2112 લોકોના ડિસ્ચાર્જ થતાં હજુ પણ 4087 કેસ એક્ટિવ છે. જ્યારે રાજ્યમાં હજુ પણ 5140 લોકો Corona સંક્રમિત છે. ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અત્યાર સુધી કુલ 3562 જેટલા દર્દીઓ સાજા થયા છે. રાજ્યના Corona ના કુલ એક્ટિવ કેસના કુલ 79.51 ટકા કેસો ફક્ત અમદાવાદમાં છે. ગુજરાતે આજે 9હજારનો આંક પાર કર્યો છે તો મોતને મામલે પણ 566 પર આંક પહોંચ્યો છે. અમદાવાદમાં Corona ના વધુ 292 કેસ સાથે કુલ આંક 6645 થઈ ગયો છે. અમદાવાદમાં 421 લોકોના મોત થયા હતા. જેમાં વધુ આજે 25 લોકોના મોત થતા કુલ આંક પણ 446 પર પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 29 લોકોના થયેલા મોતમાં અમદાવાદમાં 25 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં વધુ 364 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં સતત થતા ટેસ્ટિંગો વચ્ચે Corona સંકટમાં સતત વધારો થઈ રહ્યો છે એ પણ હકિકત છે. ગુજરાતમાં અમરેલી જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નહોતો એ પણ હવે Corona સંક્રમિત થઈ ચૂક્યો છે. ગુજરાતમાં ગઈ કાલે કોરોના સંક્રમણના કુલ 8904 કેસ નોંધાયા હતા જેમાં વધુ આજે 364 કેસ ઉમેરાતા કુલ આંક 9268 પહોંચ્યો છે. ગુજરાતમાં વધુ 29 લોકોના મોત થયા છે. એ સાથે ગુજરાતમાં કુલ મોતનો આંક 566 થઈ છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં Corona ના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં ગઈકાલ સુધી 6353 કેસ નોંધાયા હતા. તેમાં વધુ આજે નવા 292 કેસ નોંધાતા ઉમેરાતા કુલ આંક 6645 થઈ ગયો છે. અમદાવાદમાં 421 લોકોના મોત થયા હતા. જેમાં વધુ આજે 25 લોકોના મોત થતા કુલ આંક પણ 446 પર પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ 29 લોકોના થયેલા મોતમાં અમદાવાદમાં 25 લોકોના મોત થયા છે.

  • 364 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • 29 લોકોના મોત થયા છે.
  • 316 દર્દી ડીટ્ચાર્જ થયા છે.
  • 9268 કુલ કેસ નોંધાયા છે.
  • 5101 લોકો સ્ટેબલ છે.
  • 39 લોકો વેન્ટિલેટર પર છે.
  • 3562 દર્દી અત્યાર સુધી ડિટ્ચાર્જ તયા છે.
  • ડિટ્ચાર્જ રેટ 38.43 ટકા છે.

આજે નોંધાયેલા કેસની વિગત

આજના નોંધાયેલા ડિટ્ચાર્જની વિગત

રાજ્યમાં જિલ્લા પ્રમાણે કુલ કેસની સંખ્યા

ગ્રીન ઝોન અમરેલીમાં પણ નોંધાયો કોરોનાનો કેસ

આજે રાજ્યના એકમાત્ર ગ્રીન ઝોન ગણાતા અમરેલી જિલ્લામાં કોરોનાના કેસની એન્ટ્રી થઈ છે. અમરેલીના ટીંમ્બા ગામે સુરતથી આવેલા વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી તે બંધ કરવામાં આવ્યું છે અને વૃદ્ધાનું ચેકઅપ કરનાર ત્રણ ડૉક્ટરને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!