GSTV

કોરોના સામે લડવા પીએમ મોદીએ દેશવાસીઓને કરી અપીલ, તમે પણ આપી શકો છો દાન

pm

Last Updated on March 29, 2020 by Karan

કોરોનાની મહામારી સામે લડવા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મદદની અપીલ કરી છે. પીએમ મોદીએ કોરોનાના સંકટ સામે લોકોને યથાશક્તિ દાન આપવા હાકલ કરી છે. આ માટે પીએમ કેયર્સ ફંડ બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક વ્યક્તિ સ્વેચ્છાએ મદદ કરી શકે છે. પીએમ મોદીએ જણાવ્યું કે હું મારા દેશવાસીઓને અનુરોધ કરું છુ કે તમે પીએમ કેયર ફંડમાં દાન આપો. જેની મદદથી આપણે કોરોના સામેની લડાઇ જીતીશું.

તમારા લોકોની મદદથી ભારત વધુ સ્વસ્થ થશે

એટલું જ નહીં આગામી દિવસોમાં પણ આવી મહામારી સામે લડવામાં સરકારને મદદરૂપ થશે. જે લોકો દાન કરી કરી રહ્યા છે તેમની ભાવનાઓનું હું સન્માન કરું છું. તમારા લોકોની મદદથી ભારત વધુ સ્વસ્થ થશે. આ સાથે જ પીએમ મોદીએ પીએમ કેયર્સના એકાઉન્ટ નંબર સહિત તમામ વિગતો જાહેર કરી છે.

કોરોના (Corona) વાયરસ સામે લડાઈમાં દેશ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યો છે. લોકો પોતાની સેલેરી અને જરૂરીયાતનો સામાન દાન કરી રહ્યા છે હવે આવામાં બીજેપીએ મોટું એલાન કર્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું છે કે પાર્ટીના દરેક એમએલએ અને સાંસદ પોતાની એક મહિનાની સેલેરી કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં દાનમાં આપશે. સાંસદ અને ધારાસભ્યો જરૂરીયાતમંદો અને વાયરસ સામે રક્ષણ માટે કેન્દ્રીય રાહત કાર્યમાં આ રકમ દાનમાં આપશે.

સાંસદ નિધિમાંથી એક કરોડ રૂપિયા કેન્દ્રીય સહાયતા ફંડમાં આપશે.

જેપી નડ્ડાએ જણાવ્યુ છે કે દરેક ભાજપ સાંસદ કોરોનાને રોકવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં મદદ કરવા માટે પોતાના સાંસદ નિધિમાંથી એક કરોડ રૂપિયા કેન્દ્રીય સહાયતા ફંડમાં આપશે.

READ ALSO

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!