GSTV
Corona Virus News Trending World

ભાંગડા કરીને ડોક્ટરોએ કોરોના દર્દીઓનું મનોબળ વધારતો વિડિયો થયો વાયરલ

Corona

કહેવાય છે કે બિમાર વ્યક્તિને તેની ચિંતા વધારે બીમાર કરી દે છે. એવામાં ડોક્ટરોની ફરજ છે કે દર્દીનો ઈલાજ કરવા સાથે સાથે દર્દીને માનસિક રીતે ઠીક રાખે. દુનિયાના અન્ય દેશોની જેમ પાકિસ્તાન પણ હાલમાકોરોના વાયરસથી ઝઝૂમી રહ્યું છે. હાલમાં પાકિસ્તાનના ડોક્ટરોનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ડોક્ટરો ભાંગડા કરીને કોરોના દર્દીઓની સારવાર કરતા નજરે જોવા મળ્યા છે. વાયરલ વિડિયોમાં ગાયક મુશ્તાક અહેમદ ચીનાનું પ્રખ્યાત ગીત ચિટ્ટા ચોલા સંભળાઈ રહ્યું છે. મેડિકલ સ્ટાફના લોકો તેના પર ભાંગડા કરતા નજરે આવી રહ્યા છે સામે કોરોનાના દર્દીઓ બેઠા છે.

પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના કેસ વધીને 6919

પાકિસ્તાનમાં ગુરુવારે કોરોના સંક્રમણના કેસ વધીને 6919 થઈ ગઈ છે. ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ આ બીમારીથી 128 લોકોના મોત થયા છે. જેમાં 17લોકોના મોત છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. સાથેજ 1645 દર્દીઓ સાજા થયા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કોરોનાના 3291 મામલાઓ સામે આવ્યા છે. જ્યારે કે સિંધમાં 2008 ખૈબર પખ્તૂનખ્ખામાં 912, બલૂચિસ્તાનમાં 280, ગિલગિત – બાલ્ટિસ્તાનમાં 237, ઈસ્લામાબાદમાં 145 અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં 46 કોરોના સંક્રમિતો આવ્યા છે.

READ ALSO

Related posts

શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા ઈચ્છો છો, તો કેરી કરો આ આઉટફિટ્સ, મળશે યુનિક લુક

Drashti Joshi

શિયાળામાં દૂધમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવો, શરીરને શક્તિ મળશે અને બચી શકશો શરદી-ખાંસીથી

Hina Vaja

Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યાં

Siddhi Sheth
GSTV