GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

coronavirus symptoms : શું થાય છે જ્યારે તમે કોવિડ- 19 થી સંક્રમિત થાવ છો

Corona

ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ત્રસ્ત છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકો સંક્રમિત થઈ ચક્યા છે જ્યારે અંદાજે 89 લોકોના મોત થઈ ચુક્યા છે. ભારતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 5734 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે જ્યારે 166 લોકોના મોત થઈ ચુક્યા છે. જોકે વિશ્વભરમાં 3,33,000 લોકો સારવાર બાદ સ્વસ્થ પણ થઈ ચુક્યા છે. ભારતમાં આ આંકડો 473 છે. આવા સમયે એ જાણવુ જરૂરી છે કે જો કોઈ વ્યક્તિ આ વાયરસના સંક્રમણનો શિકાર થઈ જાય છો તો તેને ક્યારે અને કેવા લક્ષણો જોવા મળે છે ? આવો જણાવીએ.

કેવી રીતે ફેલાય છે સંક્રમણ ?

કોરોના વાયરસ એટલે કે SARS-Cov-2 શ્વાસ લેવાથી અંદર જાય છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિએ નજીકમાં ઉધરસ કે છીંક ખાધી હોય તો સ્વસ્થ લોકોમાં પણ શ્વાસ દ્વારા આ વાયરસ અંદર ચાલ્યો જાય છે. કોરોના વાયરસની હાજરીવાળી વસ્તું, સપાટીને અડવાથી પણ કોરોના તમને ઝપેટમાં લઈ શકે છે. જો તમે દુષિત સપાટીને તમારા હાથથી અડો છો તો અને બાદમાં તે હાથથી તમારા ચહેરાને ટચ કરો છો તો આ વાયરસ તમને ઝપેટમાં લઈ શકે છે. એટલા માટે હેન્ડ સેનિટાઈજર અથવા વારં વાર હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે.

પહેલુ ચરણ

કોરોના વાયરસનો પહેલો ટાર્ગેટ તમારા ગળાની કોશિકા અને ફેફસા હોય છે. અને સંક્રમણ બાદ તે જગ્યા કોરોના વાયરસ ફેક્ટરીમાં બદલાય જાય છે. આ સંક્રમિત કોશિકાઓથી વધારે વાયરસ પેદા થાય છે જે તમારા શરીરની વધારે કોશિકાને સંક્રમિત કરવા લાગે છે. આ ઈનક્યૂબેશન પીરિયડની શરૂઆત છે જે દરમિયાન તમને ખબર પણ પડતી નથી કે તમે બીમાર છો. કેટલાક લોકોમાં તેના ક્યારેય લક્ષણો જોના નથી મળતા અને એવા લોકોને એસિમ્પટોમૈટિક કેરિયર કહેવામાં આવે છે. અલગ અલગ લોકોમાં ઈનક્યૂબેશન પિરિયડ અલગ અલગ હોય છે અને તેની સરેરાશ 5 દિવસની હોય છે.

શાંતિકાળ

કોરોના વાયરસથાથી સંક્રમિત થનાર 80 ટકા લોકોમાં આ બીમારી તાવ અને ઉધરસના રૂપમાં હલકા સંક્રમણરૂપમાં પ્રગટ થાય છે. આ સાથે બીજા લક્ષણો જેવા શરીરમાં દર્દ, ગળામાં ખરાશ અને માથામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે અને નહી પણ.તાવ અને વધારે બીમાર થવાની જાણ ત્યારે થાય છે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ કોઈ વાયરસ સામે લડે છે. વાયરસ ઈન્ફેક્શન સામે લડવા માટે આપણુ શરીર સાઈટોકાઈન્સ નામાનું એક કેમિકલ છોડે છે.

જ્યારે હોસ્પિટલમાં ભર્તી થયા વગર સાજો થઈ શકે છે દર્દી

કોરોનાના કારણે જ્યારે શરૂઆતમાં ઉધરસ થાય છે તે સુકી હોય છે. તેનું કારણ એ હોય છે કે સંક્રમિત કોશિકા ગળામાં બળતરા, સોજો કે અસહજતા પેદા કરે છે. કેટલાક લોકોની સુકી ઉધરસ થોડા દિવસોમાં કફ પણ આવવા લાગે છે. આ સામાન્ય કફ નથી હોતો પણ તેમા વાયરસના કારણે મરે ગયેલ કોશિકા પણ હોય છે. આ ચરણ સામાન્ય રીતે એક સપ્તાહનું હોય છે જો તેમા સામાન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે ઠીક પણ થઈ શકે છે. આ સ્ટેઝમાં હોસ્પિટલે જવાની જરૂર નથી. બસ આરામ કરો અને ખાન પાનમાં થોડુ ધ્યાન રાખો આ ઉપરાંત પેરાસિટામોલ લેવાથી દર્દી ઠીક થઈ જાય છે.

ખતરાની ઘંટી

જો બીમારી વધારે થઈ જાય તો ફેફસાને નુકશાન પહોંચાડીશ શકે છે. હકિકતમાં વાયરસ સાને આપણી ઈમ્યૂન સિસ્ટમ પુરી તાકાત લગાવી દે છે. તેના બાદ પણ જો વાયરસનું પલશુ ભારે રહે છે તો શરીરનું તામમાન વધી જાય છે. એટલે વધારે તાવ આવી જાય છે. જો ફેફસામાં બળતરા થાય તો ન્યૂમોનિયાનું રૂપ લઈ લે છે. આ સ્થિતિમાં ફેફસામાં એયર સાક્સ એટલે કે હવાની થેલીઓમાં પાણી ભરાવાનું શરૂ થઈ જાય છે. ત્યાર બાદ દર્દીને શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા તેને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે.

છેલ્લા પ્રયાસ રૂપે કૃત્રિમ ફેફસાનો ઉપયોગ

કોરોના વાયરસના 6 ટકા કેસ અતિ ગંભીર પરિસ્થિતિમાં પહોંચી જાય છે. આ સ્ટેજમાં શરીરની ઈમ્યૂન સીસ્ટમ બેકાબુ થઈ જાય છે અને આ વાયરસની જગ્યાએ શરીરને જ નુકશાન પહોંચાડવા લાગે છે. આ સ્થિતિમાં બ્લડપ્રેશર બહુ જ નિચે આવી જાય છે અને શરીરના અંગો ફેલ થવાની શક્યાતા રહે છે. આ સ્ટેજમાં દર્દી એક્યૂટ ડિસ્ટ્રેસ સિન્ડ્રમથી પીડિત હોય છે. અને ત્યારે ફેફસામાં બળેતરા વધારે થાય છે. જેના કારણે શરીરને પુરતો ઓક્સીજન નથી મળી સકતો. આ સ્થિતિમાં છેલ્લા પ્રયાસ રૂપે કૃત્રિમ ફેફસાનો ઉપયોગ થાય છે. પરંતુ ત્યા સુધીમાં શરીરના અંગો એટલા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય છે કે તે શરીરને જવીત રાખવામાં અસમર્થ હોય છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!