GSTV

આ કારણે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સના ભાવ આસમાને, દેશના સૌથી મોટા કમ્પ્યુટર માર્કેટમાં સ્ટોક પૂર્ણ થવાની સીમાએ

દિલ્હીમાં આવેલુ નહેરુ પેલેસ દિલ્હીનું જ નહી, પરંતુ દેશનું પણ સૌથી મોટું આઈટી હબ છે, જ્યાં પેન ડ્રાઈવથી લઈને કમ્પ્યુટર સુધીનો દરેક સામાન મળે છે. આ દેશનું સૌથી મોટુ કમ્પ્યુટર માર્કેટ છે જ્યાં બાકીની જગ્યાઓથી સસ્તી કિંમતમાં સામાન મળી જાય છે, ત્યારે દેશનું સૌથી મોટું કમ્પ્યુટર માર્કેટ નહેરુ પેલેસમાં કમ્પ્યુટરના સામાનનો સ્ટોક પૂરો થવાની સીમા પર આવી રહ્યો છે. જેનું મુખ્ય કારણે છે ચીનમાં ફેલાયેલો કોરોના વાઈરસ.

કોરોનાના કારણે આયાત પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના કારણે ચીનથી આયાત થતી લગભગ બધી જ વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓલ દિલ્હી કમ્પ્યુટર ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ મહિંદર અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, ભારત કંમ્પ્યુટર સંબંધીત મોટા ભાગનો સામાન ચીનથી આયાત કરે છે અને હવે ચીનમાંથી માલની આયાત સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. તેથી આયાત થતી નથી અને હાજર સ્ટોકની અછતને કારણે આ અઠવાડીયા સુધીમાં બજારમાં કમ્યુટરનો બધો જ સામાન સમાપ્ત થઈ જશે.

કમ્પ્યુટર અને લેપટોપની મોટા પ્રમાણમાં અછત

જેથી આવતા મહીના સુધીમાં દેશમાં કમ્પ્યુટર અને લેપટોપની ખૂબ જ મોટા પ્રમાણમાં અછત સર્જાશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં માલની અછતને કારણે ડિસ્ટ્રિબ્યુટર્સ પોતાના ભાવમાં 50 ટકા સુધી વધારો કર્યો છે. જેથી વર્તમાન સમયમાં એક તરફ આર્થિક તંગી ચાલી રહી છે અને કમ્પ્યુટર અને લેપટોપના ભાવ આસમાન પર પહોંચી ગયા છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!