GSTV

Corona on Film Set : પંકજ ત્રિપાઠી-યામી ગૌતમની ફિલ્મ ઓહ માય ગોડ 2 પર કોરોનાનો કહેર, મુંબઈમાં શૂટીંગ રોકાયું

Last Updated on October 13, 2021 by pratik shah

કોરોનાનો કહેર દેશભરમાં ભલે ઓછો થયો છે, પરંતુ ઘણા શહેરોમાં હજુ પણ તેની અસર દેખાઈ રહી છે. બીજી તરફ બોલિવુડમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રિપોર્ટસના જણાવ્યા અનુસાર પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની આગળની ફિલ્મ ઓહ માય ગોડની ટીમના કેટલાક સભ્યોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે, તે કારણે ફિલ્મની શૂટીંગ રોકવાની ફરજ પડી છે.

corona

7 સભ્યોને થયો કોરોના


છેલ્લા 5 દિવસોમાં 7 ટીમના સભ્યોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી, જેમાં આ તમામ સભ્યોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં અશ્વિન વર્ધેને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે મોડું ના કરીને ફિલ્મની શૂટીંગને બે અઠવાડીયા સુધી રદ કરી દીધી હતી.

કોરોના

આનન ફાનનમાં શૂટીંગ થઈ રદ

સૂત્રોના જણાવ્યા મુજબ યુનિટના એક સભ્યને ગત અઠવાડીયાના વચ્ચે થોડીક તબિયત ખરાબ થવા પર જ્યારે કોવિડ ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટીવ આવ્યો હતો. ત્યાર પછી તેણે પોતાને હોમ ક્વોરન્ટાઈન કરી લીધો હતો. ત્યાર પછી યૂનિટના અન્ય સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે તમામનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યાર પછી શૂટીંગ ફરીથી શરૂ કરવામાં આવી હતી. પરતું બે દિવસમાં ત્રણ લોકોના લક્ષણ દેખાયા તો અને આ જોતા મેકર્સ દ્વારા શૂટીંગને તુંરત રોકવામાં આવ્યું, અને પછી તમામનાં સતત ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!